HomeEntertainmentGangu Bai Kathiyawadi સંજય લીલા ભણસાલી હંમેશા કંઇક નવું જ લાવે-India News...

Gangu Bai Kathiyawadi સંજય લીલા ભણસાલી હંમેશા કંઇક નવું જ લાવે-India News Gujarat

Date:

Gangu bai Kathiyawadi એ વેશ્યાવૃત્તિ કરનારી મહિલાઓ માટે ઘણા કામ કર્યા છે-India News Gujarat 

સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય એટલે એમાં દર્શકોને કંઇક નવું જોવા મળે જ એવી એક માન્યતા છે. Gangu Bai Kathiyawadi આજે રિલીઝ થઈ ગઈ છે અને તેના રિવ્યુ પણ એવા જ આવી રહ્યા છે.  આલિયા ભટ્ટ સ્ટાર આ ફિલ્મ હુસૈન ઝૈદીની ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણ, શાંતનુ મહેશ્વરી, સીમા પાહવા સહિત અન્ય કલાકારો છે. ગંગુબાઈની કમાઠીપુરામાં તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંના રૂમમાં તેમની તસવીરો લગાવવામાં આવી છે, તેમની મૂર્તિ પણ બનાવવામાં આવી છે. ગંગુબાઈએ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓના જીવનમાં સુધારો લાવવા માટે ઘણું કામ કર્યું છે. જો કે, સમગ્ર રીતે જોઇએ તો આ વિષય પણ બોલીવુડમાં અગાઉ પણ ફિલ્મો આવી ગઇ છે અને તેમાં સડક, બાજાર, જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.-Latest News

માત્ર રૂ.એક હજારમાં વેંચાઇ હતી Gangu bai-Latest News

Gangu Bai Kathiyawadi ગંગુબાઈ વિશે છે, જે મુંબઈના રેડ લાઈટ વિસ્તારના કમાઠીપુરાને નવજીવન આપે છે. ગંગા હરજીવનદાસ નામની આ છોકરી બોમ્બે આવીને હીરોઈન બનવા માંગતી હતી. તેની આ ઈચ્છાનો ફાયદો ઉઠાવીને તેનો પ્રેમી તેને બોમ્બે લાવે છે અને તેને 1000 રૂપિયામાં મુંબઈમાં વેચી દે છે. ગંગા અહીં ખૂબ રડે છે, તેને માર મારવામાં આવે છે અને અંતે તે તૂટી જાય છે અને આ વ્યવસાયનો એક ભાગ બની જાય છે. ગંગા અહીં ગંગુ બની જાય છે, પરંતુ નક્કી કરે છે કે હવે તે કમાઠીપુરા પર રાજ કરશે. Gangu Bai Kathiyawadi માં આલિયા સંપૂર્ણ ગંગુબાઈ બની ગઈ છે. ગંગુબાઈના પાત્રમાં તેની બોડી લેંગ્વેજ, તેની સ્ટાઈલ, બધું જ તમને જોવા મળશે.-Latest News

ફિલ્મનો સેટ ખુબ મહત્વનો–Latest News

અજય દેવગન નાના રોલમાં છે, પરંતુ જ્યારે પણ તેની એન્ટ્રી થાય છે તે ખૂબ જ શાનદાર સીન છે. ફિલ્મમાં આલિયાનું વન લાઇનર અદ્ભુત છે. આલિયા આઝાદ મેદાનમાં જે ભાષણ આપે છે તે શાનદાર છે. આ આખી ફિલ્મ ગંગાના ગંગુ અને પછી ગંગુબાઈ બનવાની કહાની છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં તેમનો સેટ ઘણો મહત્વનો છે. આ ફિલ્મમાં સેટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, પરંતુ સારી વાત એ છે કે આ વખતે કંઇ ડુપ્લીકેટ લાગતું નથી. સમગ્ર ફિલ્મ જોયા પછી દર્શકોને એક વાતનો ચોક્કસ ખ્યાલ આવે છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કંઇક તો નવું હોય જ છે અને તે એક વખત તો રૂપેરી પરદા પર જોવી ગમે જ છે.-Latest News

આપ આ પણ વાંચી શકો છોઃ-Ranbir Kapoor ની બ્રહ્માસ્ત્રનું શૂટિંગ 2018થી ચાલી રહ્યું છે

આપ આ પણ વાંચી શકો છોઃ-Shahid Kapoor Birthday : બોલિવૂડ ચોકલેટ બોયએ ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

SHARE

Related stories

Latest stories