HomeEntertainmentFrom Disha Tiger To Bipasha John, Bollywood Couples Broke Up After Live...

From Disha Tiger To Bipasha John, Bollywood Couples Broke Up After Live In:આ બોલિવૂડની જોડીઓ અને અલગ થઈ ગઈ-India News Gujarat

Date:

From Disha Tiger To Bipasha John, Bollywood Couples Broke Up After Live In:આ બોલિવૂડની જોડીઓ અને અલગ થઈ ગઈ-India News Gujarat

From Disha Tiger To Bipasha John, Bollywood Couples Broke Up After Live In: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તથા દિશા પટની છ વર્ષના રિલેશનશિપ બાદ અલગ થઈ ગયા છે. દિશા તથા ટાઇગર લિવ ઇનમાં રહેતા હતા. છ વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. બી ટાઉનમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે દિશા લગ્ન માટે ઉતાવળ કરતી હતી અને ટાઇગર હાલમાં લગ્ન માટે તૈયાર નહોતો અને આ જ મુદ્દો બંને વચ્ચે વિખવાદનું કારણ બન્યું છે. જોકે, આ વાત નવી નથી. બોલિવૂડના ઘણાં સેલેબ્સ લિવ ઇનમાં સાથે રહ્યા બાદ અલગ થયા છે.

કેટરીના કૈફ-રણબીર કપૂર

કેટરીના કૈફ તથા રણબીરના સંબંધો શરૂઆતથી ચર્ચામાં રહ્યા હતા. કેટરીનાને કારણે રણબીર-દીપિકાના સંબંધો તૂટ્યાં હોવાનું માનવામાં આવે છે. દીપિકાએ જાહેરમાં કહ્યું હતું કે રણબીરે તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. કેટરીના તથા રણબીરે એકબીજાને છ વર્ષ સુધી ડેટ કર્યા હતા અને બંને દોઢ વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા હતા. બંને લગ્ન કરવાના હોવાની પણ ચર્ચા હતી. જોકે, અચાનક જ 2015માં બંનેએ સંબંધો તોડી નાખ્યા હતા. તે સમયે ચર્ચા હતી કે રણબીરની માતા નીતુ સિંહને કેટરીના પસંદ નહોતી. રણબીરે આલિયા સાથે લગ્ન કરી લીધા છે તો કેટરીનાએ વિકી કૌશલ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા.

બિપાશા બાસુ-જ્હોન અબ્રાહમ

બિપાશા તથા જ્હોન અંદાજે 9 વર્ષ લિવ ઇનમાં રહ્યા હતા. બંનેએ પોતાના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. બિપાશાને લગ્ન કરવા હતા અને જ્હોન લગ્ન માટે તૈયાર નહોતો. આ જ કારણે બંને 2011માં અલગ થયા હતા. જ્હોને ઇન્વેસ્ટર બેંકર પ્રિયા રુંચાલ સાથે લગ્ન કર્યા છે અને બિપાશાએ એક્ટર કરન સિંહ ગ્રોવર સાથે ફેરા ફરી લીધા છે.

પ્રિયંકા ચોપરા-શાહિદ કપૂર

પ્રિયંકા તથા શાહિદ વચ્ચે પણ સંબંધો હતા. કરીનાથી અલગ થયા બાદ શાહિદના સંબંધો પ્રિયંકા સાથે બંધાયા હતા. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. પ્રિયંકા ચોપરાના ઘરે જ્યારે ઇનકમ ટેક્સના દરોડા પડ્યા ત્યારે શાહિદ ઘરમાં હતો. બંનેએ બે વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, પછીથી બંને અલગ થઈ ગયા હતા. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે તો શાહીદ કપૂરે દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે.

દેવ પટેલ-ફ્રિડા પિન્ટો

દેવ તથા ફ્રિડાએ ફિલ્મ ‘સ્લમડૉગ મિલિયોનર’માં સાથે કામ કર્યું હતું. બંનેએ છ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું અને બંને લિવ ઇનમાં રહેતા હતા. જોકે, પછી બંને 2014માં અલગ થઈ ગયા હતા.

સૈફ અલી ખાન-રોઝા

અમૃતા સિંહને ડિવોર્સ આપ્યા બાદ સૈફ અલી ખાનના સંબંધો ઇટાલિયન ગર્લફ્રેન્ડ રોઝા કેટાલાનો સાથે હતા. બંને લિવ ઇનમાં રહ્યા હતા. જોકે, આ સંબંધ લાંબા ટક્યા નહીં અને બંને અલગ થઈ ગયા હતા. રોઝાથી અલગ થયા બાદ સૈફના સંબંધો કરીના કપૂર સાથે હતા. બંને લિવ ઇનમાં રહ્યા હતા અને પછી લગ્ન કર્યા હતા.

SHARE

Related stories

Latest stories