FIFA World Cup: ટીમને મિસાઈલ હુમલાની ધમકી, ટીમને આકાશમાં પણ મળી કડક સુરક્ષા, જુઓ Video-India News Gujarat
- FIFA World Cup: કતરમાં 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડ કપ શરૂ થશે.
- આ ટુર્નામેન્ટ માટે લગભગ તમામ ટીમો કતર પહોંચી ગઈ છે.
- પોલેન્ડ ટીમ પણ કડક સુરક્ષા વચ્ચે વર્લ્ડ કપ રમવા પહોંચી ગયું હતું.
- ફૂટબોલ વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
- કતરમાં 20 નવેમ્બરથી શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે લગભગ તમામ ટીમો પહોંચી ગઈ છે.
- દરમિયાન પોલેન્ડની ટીમ ખાસ સુરક્ષા સાથે કતર પહોંચી હતી.
- પોલેન્ડની ટીમને F16 ફાઈટર પ્લેનની સુરક્ષા હેઠળ વર્લ્ડ કપ માટે કતર લઈ જવામાં આવી હતી.
- થોડા દિવસો પહેલા પોલેન્ડમાં મિસાઈલ હુમલામાં બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ રાષ્ટ્રીય ટીમને પણ કડક સુરક્ષા આપવામાં આવી હતી.
- પોલેન્ડની ટીમે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ સુરક્ષાનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બે ફાઈટર જેટ વિમાનની પાછળ ઉડતા જોવા મળી રહ્યા છે. જેના પર રિપબ્લિક ઓફ પોલેન્ડ લખેલું છે.
Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! 🇵🇱 pic.twitter.com/7WLuM1QrhZ
— Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022
એરસ્પેસમાંથી સુરક્ષિત રીતે બહાર
- પોલેન્ડ મીડિયાના અહેવાલો અનુસાર, લડાયક વિમાનોએ રાષ્ટ્રીય ટીમની ફ્લાઇટનો ત્યાં સુધી પીછો કર્યો જ્યાં સુધી તે પોલેન્ડની એરસ્પેસ છોડી ન જાય.
- પોલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 22 નવેમ્બરે રમશે.
Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! 🇵🇱 pic.twitter.com/7WLuM1QrhZ
— Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022
રશિયા અને યુક્રેન વચ્ચે જંગની અસર
- થોડા દિવસો પહેલા પોલેન્ડના એક ગામમાં મિસાઈલ દુર્ઘટના થઈ હતી, જેના પર ભારે હોબાળો થયો હતો.
- જેમાં 2 લોકોના મોત થયા હતા. પોલેન્ડ નાટોનું સભ્ય છે અને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આવું પહેલીવાર બન્યું જ્યારે મિસાઈલ તેના પર પડી.
ગ્રુપ સીમાં છે પોલેન્ડ
- પોલેન્ડની ટીમની વાત કરીએ તો મેક્સિકો, આર્જિન્ટીના, સાઉદી અરબની સાથે ગ્રુપ સીમાં છે.
- મેક્સિકો વિરુદ્ધ પોલેન્ડ પોતાના અભિયાનની શરુઆત કરશે. તેના 4 દિવસ બાદ સાઉદી અરબ પડકાર ફેકશે.
- પોલેન્ડ છેલ્લા ગ્રુપ સ્ટેજમાં 30 નવેમ્બરના રોજ આર્જિન્ટિના વિરુદ્ધ મેદાન પર ઉતરશે.
- રોંમાચક ક્રિકેટ વર્લ્ડકપ બાદ હવે ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. પ્રત્યેક ફૂટબોલ ટીમમાં 26 ખેલાડી છે.
- આ પ્લેયર્સના નામ તમામ ટીમો જાહેર કરી ચૂકી છે.
- ફિફા વર્લ્ડકપ 2022માં 32 દેશની ફૂટબોલ ટીમના 831 ખેલાડીઓ મેદાન પર ઉતરશે.
તમે આ પણ વાંચી શકો છો-
તમે આ પણ વાંચી શકો છો-