HomeEntertainmentExhibition Of Film Article 370 : ચુંટણીની જાહેરાત પૂર્વ આર્ટીકલ 370 ફિલ્મનું...

Exhibition Of Film Article 370 : ચુંટણીની જાહેરાત પૂર્વ આર્ટીકલ 370 ફિલ્મનું નિરદર્શન, ભાજપ દ્વારા લોકસંપર્ક અનોખો પ્રયાસ કરાયો – India News Gujarat

Date:

Exhibition Of Film Article 370 : ધારાસભ્ય દ્વારા યુવતી, મહિલાઓ અને વૃદ્ધો માટે આયોજન મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ માંથી એક ઉપલબ્ધિ.

મત વિસ્તારમાં રહેતા લોકોને આર્ટિકલ 370 ફિલ્મ દેખાડવામાં આવી હતી

લોકસભા ચુંટણી નજીક હોય લોકસંપર્ક કરવા હવે ભપા નવી નવી રીતો અપનાવી રહી છે ત્યારે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા પોતના મત વિસ્તારમાં રહેતા લોકોને આર્ટિકલ 370 ફિલ્મ દેખાડવામાં આવી હતી. જેના થકી ભાજપા પોતાના મત વિસ્તારના મતદારોને ફરી એક વાર આકર્ષિત કરવાનો પ્રયાશ કર્યો હતો.

Exhibition Of Film Article 370 : મહિલા સાથે વૃદ્ધો પણ ફિલ્મ જોવા આવ્યા હતા

એક તરફ દેશમાં લોકોસભા ચૂંટણી યોજવા ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલાં ચોર્યાસી વિધાનસભાનાં ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા તેમનાં મત વિસ્તારમાં યુવા વર્ગ, વૃદ્ધો અને બાળકોને 22 ફેબ્રુઆરી 2024 નાં રોજ રીલિઝ થયેલી ફિલ્મ આર્ટીકલ 370 નો વિશેષ શો સિટી લાઈટ સિનેમા ઘરમાં બતાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને મહિલા સાથે વૃદ્ધો પણ ફિલ્મ જોવા આવ્યા હતા. દેશમાં આવેલ કાશ્મીર રાજ્યમાં આઝાદી પછી આર્ટિકલ 370 જે લાગુ હતી. આ આર્ટિકલ 370 નાં લીધે દેશના અને કાશ્મીરનાં લોકોને શું તકલીફ હતી. તેમજ આ આર્ટીકલ 370 કેવી રીતે કાશ્મીરમાંથી હટાવવામાં આવી તેનું વર્ણન કરતી આ ફિલ્મ લોકોએ વધુમાં વધુ લોકો જોય તે માટેની તૈયારી ધારાસભ્ય સંદીપ દેસાઈએ દેખાડી હતી. ચુંટણી સમયે લોકસંપર્ક કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચવા અને દેશની સૌથી મોટી મોદી સરકારની ઉપલબ્ધિના વિષય પર બનેલી ફિલ્મ લોકો ને દર્શાવીને ભાજપની વૉટબેંક મજબૂત કરવાનો પ્રયાસ હાલ હાથ ધરાયો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

BJP’s second list heats up politics in DNH : શિવસેન(ઠાકરે જૂથ) ના સાંસદ ભાજપમાંથી લડશે ચુંટણી

તમે આ પણ વાંચી સકો છો :

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી

SHARE

Related stories

Latest stories