HomeEntertainmentEntertainment:શું બોલિવૂડને મળી ગયું છે અક્ષય કુમારનું રિપ્લેસમેન્ટ ?-India News Gujarat

Entertainment:શું બોલિવૂડને મળી ગયું છે અક્ષય કુમારનું રિપ્લેસમેન્ટ ?-India News Gujarat

Date:

Entertainment:શું બોલિવૂડને મળી ગયું છે અક્ષય કુમારનું રિપ્લેસમેન્ટ ?-India News Gujarat

Entertainment: કાર્તિક આર્યનની ( Kartik Aaryan) ફિલ્મ ભૂલ ભુલૈયા 2ની જોરદાર સફળતા બાદ તેનું નસીબ ચમકી ગયું છે. મળતી માહિતી અનુસાર, કાર્તિક આર્યન હાઉસફુલ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા જઈ રહ્યો છે.

  • બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની (Kartik Aaryan) લેટેસ્ટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ( Bhool Bhulaiyaa) બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. હાલ કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 2 ની સફળતાને એન્જોય કરી રહ્યો છે, તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’  100 કરોડની ફિલ્મની કલબમાં સામેલ થઈ ગઈ છે.
  • એક્ટર કાર્તિક આર્યને ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મમાં અક્ષય કુમારના (Akshay Kumar) ની જગ્યા લીધી હતી. પોતાના લુક અને જોરદાર અભિનયથી કાર્તિક આર્યનને લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે.
  • તેના યુનિક ડાન્સ સ્ટેપને કારણે પણ કાર્તિક આર્યન લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. એક રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યન નજીકના સમયમાં અક્ષય કુમારની એક બીજી ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા જઈ રહ્યો છે.

ફરી એકવાર અક્ષય કુમારની જગ્યા લેશે કાર્તિક આર્યન

  • રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યન ખુબ ઝડપથી બોલિવૂડમાં પોતાનું નામ બનાવી રહ્યાં છે, અને ફેન્સમાં તેને લઈને ઘણો ક્રેઝ છે. જેને જોતા હાઉસફુલ ફ્રેન્ચાઇઝી તેને પોતાની ફિલ્મોનો ભાગ બનાવવા માંગે છે. અક્ષય કુમાર એક માત્ર એવા એક્ટર છે જેને હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની ચારે ફિલ્મોમાં કામ કર્યું છે.
  • બાકીના તમામ પાત્રો અને એક્ટરો બદલાતા જ રહ્યાં છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં કાર્તિક આર્યન, અક્ષય કુમારની જગ્યા લઈ શકે છે. પણ હજુ સુધી આ વાત પર ઓફિશિયલ કન્ફ્રોર્મેશન હમણાં સુધી આવ્યું નથી.

સફળતાના શિખર પર છે કાર્તિક આર્યન

  • કાર્તિક આર્યનની લેટેસ્ટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’  કંગના રનૌતની ફિલ્મ ધાકડ સાથે રિલિઝ થઈ હતી. જેમાં કાર્તિક આર્યનના મેજીક સામે કંગનાની ધાકડ ફિલ્મ ફલોપ રહી.
  • ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એ હમણાં સુધી 128 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને તબ્બુ પણ લીડ રોલમાં હતાં. પણ લોકો પર કાર્તિક આર્યનનો જાદુ વધારે ચાલ્યો.

કાર્તિક આર્યનના આગામી પ્રોજેક્ટ

  • કાર્તિક આર્યનની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહજાદા’ની પણ લોકો આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જે 4 નવેમ્બર, 2022ના રોજ રીલીઝ થવાની શક્યતા છે.
  • કાર્તિક આર્યન આગામી ફિલ્મ ‘ફૈડી’માં પણ જોવા મળશે. કાર્તિક આર્યનની ‘ધમાકા’ ફિલ્મને કોઈ ખાસ સફળતા ના મળી હતી. પણ તેની ફેન ફોલોઈંગ અને જોરદાર પર્ફોમન્સને જોતા તે બોલિવૂડમાં અક્ષય કુમારને રિપ્લેસ કરી શકે છે.

 

SHARE

Related stories

Latest stories