HomeEntertainmentEntertainment: આદિત્ય રોય કપૂર અને સંજના સાંઘીના ગીતે રેકોર્ડ તોડ્યા-India News Gujarat

Entertainment: આદિત્ય રોય કપૂર અને સંજના સાંઘીના ગીતે રેકોર્ડ તોડ્યા-India News Gujarat

Date:

Entertainment: આદિત્ય રોય કપૂર અને સંજના સાંઘીના ગીતે રેકોર્ડ તોડ્યા-India News Gujarat

Entertainment: 1 જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ ‘ઓમ’ પાસેથી આદિત્ય રોય કપૂરને (Aditya Roy Kapoor) ઘણી આશાઓ છે. આ ફિલ્મના ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

  • પહેલીવાર બોલિવૂડના મોટા પડદા પર એક્ટર આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) અને સંજના સાંઘીની (Sanjana Sanghi) જોડી ધૂમ મચાવશે. આ બંનેની ફિલ્મ ‘ઓમ ધ બેટલ’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
  • આ ફિલ્મનું નવું ગીત ‘સાંસે દેને આના’ તાજેતરમાં જ રિલીઝ થયું છે અને આ ગીતે ઓનલાઈન અપલોડ થતાની સાથે જ પોપ્યુલારિટીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમાં 82 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. ટૂંક સમયમાં રિલીઝ થનારી એક્શન ફિલ્મ ‘ઓમ ધ બેટલ’ના આ રોમેન્ટિક ગીતમાં આદિત્ય અને સંજના ખૂબ જ અદ્ભુત લાગી રહ્યા છે.

લોકો પસંદ કરી રહ્યા છે ફિલ્મનું આ ગીત

  • ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે સિંગર રાજ બર્મન અને પલક મુછલે, આ ગીતને કંપોઝ કર્યું છે ચિરંતન ભટ્ટે. ગીતને મળી રહેલા રિસ્પોન્સને જોઈને ચિરંતન કહે છે, “ફિલ્મ ‘ઓમ ધ બેટલ’નું ગીત ‘સાંસે દેને આના’ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.
  • આ ગીતનું સંગીત અને બોલ ફેન્સના દિલને સ્પર્શી જાય છે. જે જોઈને મને ખૂબ આનંદ થાય છે. મને ગીત કંપોઝ કરવામાં ઘણી ફ્રીડમ મળી છે અને હું જેવું ઈચ્છું છું તેમ ગીત બહાર આવ્યું છે.”

14 વર્ષથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે ચિરંતન

  • ચિરંતન વધુમાં કહે છે કે હું ઝી મ્યુઝિકના અનુરાગ બેદીનો આભાર માનું છું જેમણે મને પસંદ કર્યો અને વિશ્વાસ કર્યો. હું એક બોલ્ડ ગીત બનાવવા માંગતો હતો, જેના પર લોકો નાચશે, ગુમશે અને તેમની આંતરિક મૂંઝવણને દૂર કરશે અને તે જ થયું.” ચિરંતન ભટ્ટ વિશે વાત કરીએ તો તેઓ કંપોઝ, મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર પણ છે
  •  આ ઈન્ડસ્ટ્રીમાં 14 વર્ષ થઈ ગયા છે. તેલુગુ સિનેમામાં પણ તે સંગીત આપતો રહે છે. બોલિવૂડમાં તેણે ઘણી હિટ ફિલ્મોમાં સફળ સંગીત આપ્યું છે.

1 જુલાઈએ રિલીઝ થશે આ ફિલ્મ

  • બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરની ફિલ્મ ઓમ 1 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આદિત્યએ પોતાની ફિલ્મનો BTS વીડિયો શેર કર્યો છે. આ ફિલ્મમાં આદિત્ય જબરદસ્ત ફાઈટ ટ્રેનિંગ કરતો જોવા મળે છે.
  • આ વીડિયોની નીચે કેપ્શનમાં લખ્યું છે કે ‘જસ્ટ ડુ ઈટ’, આદિત્ય અને સંજના સિવાય આ ફિલ્મમાં આશુતોષ રાણા અને જેકી શ્રોફ પણ જોવાના છે.

 

SHARE

Related stories

Latest stories