HomeEntertainmentEntertainment:કિઆરા અડવાણી ચાહકની હરકતથી ડરી ગઈ હતી-India News Gujarat

Entertainment:કિઆરા અડવાણી ચાહકની હરકતથી ડરી ગઈ હતી-India News Gujarat

Date:

Entertainment:કિઆરા અડવાણી ચાહકની હરકતથી ડરી ગઈ હતી-India News Gujarat

Entertainment: બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ક્રેઝી ફૅન અંગે વાત કરી હતી. કિઆરાએ કહ્યું હતું કે તેના એક ચાહકે તેને ડરાવી દીધી હતી. તે અપાર્ટમેન્ટના ટોપ ફ્લોર પર રહે છે. ચાહકે લિફ્ટમાં આવવાને બદલે સીડીઓ ચઢી હતી. તેણે આમ એટલા માટે કર્યું હતું કે તે સાબિત કરી શકે તે કેટલો મોટો ચાહક છે.

કિઆરાએ ક્રેઝી ફૅન અંગે વાત કરી
કિઆરાએ કહ્યું હતું, ‘એક વ્યક્તિએ મારા માટે ગાંડપણ કર્યું હતું. તે સાચે જ ઘણો જ ક્રેઝી હતો. હું મારા અપાર્ટમેન્ટના કયા ફ્લોર પર રહું છું, તે વાત નહીં કરું, પરંતુ તે મને મળવા માટે સીડીઓ ચઢીને આવ્યો હતો. તે પરસેવે રેબઝેબ હતો. મેં તેને પૂછ્યું કે તે ઠીક છે, તેને પાણી પીવું છે?’

ચાહકની વાતથી ડર લાગ્યો
કિઆરા આગળ કહ્યું હતું, ‘તે ચાહકે મને કહ્યું કહું હતું કે તે સીડી ચઢાવીને આવ્યો છે. તેના માટે હું ઘણી જ ખાસ છું. આ વાત સાંભળીને મને ડર લાગ્યો હતો અને મને આ ગાંડપણ લાગ્યું હતું.’

કિઆરાનું વર્કફ્રન્ટ
કિઆરાની હાલમાં જ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ રિલીઝ થઈ છે. આ પહેલાં ‘ભૂલ ભુલૈયા 2’ રિલીઝ થઈ હતી. ‘ભુલ ભૂલૈયા 2’ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. હવે તે વિકી કૌશલ સાથે ‘ગોવિંદા નામ મેરા’ તથા રામચરણની ફિલ્મ ‘RC 15’માં જોવા મળશે.

‘જુગ જુગ જિયો’એ વર્લ્ડવાઇડ 100 કરોડની કમાણી કરી
‘જુગ જુગ જિયો’એ વર્લ્ડવાઇડ 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ 24 જૂનના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મ રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વરુણ ધવન, કિઆરા અડવાણી, અનિલ કપૂર, નીતુ સિંહ, મનીષ પોલ છે.

SHARE

Related stories

Latest stories