HomeEntertainmentEk Villain 2 Tara Sutaria Busy With Film Promotion:હાઇ હીલને કારણે તારા...

Ek Villain 2 Tara Sutaria Busy With Film Promotion:હાઇ હીલને કારણે તારા સુતરિયા મુશ્કેલીમાં મૂકાઈ-India News Gujarat

Date:

Ek Villain 2 Tara Sutaria Busy With Film Promotion:હાઇ હીલને કારણે તારા સુતરિયા મુશ્કેલીમાં મૂકાઈ-India News Gujarat

Ek Villain 2 Tara Sutaria Busy With Film Promotion: બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર તથા દિશા પટની છે. તાજેતરમાં ફિલ્મના પ્રમોશનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તારા સુતરિયા પોતાની ટીમ મેમ્બરનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી.

શું છે વીડિયોમાં?
તારા સુતરિયા ફિલ્મના પ્રમોશનમાં જતી હતી. આ દરમિયાન વરસાદ પડ્યો હતો. તારા સુતરિયાએ હાઇ હીલ ને શોર્ટ આઉટફિટ પહેર્યા હતા. હાઇ હીલને કારણે તે વરસાદમાં કોઈની મદદ વગર ચાલી શકે તેમ નહોતી. આ સમયે તારા સુતરિયા પોતાની ટીમના બે સભ્યોનો હાથ પકડીને ચાલતી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિએ છત્રી પકડી હતી.

સો.મીડિયામાં ટ્રોલ
તારા સુતરિયાનો વીડિયો વાઇરલ થતાં જ એક્ટ્રેસને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. અનેક યુઝર્સે કહ્યું હતું કે જો હાઇ હીલ પહેરીને વરસાદમાં ચાલી ના શકતી હોય તો આવા સેન્ડલ પહેરવા જ કેમ પડે. ઘણાંએ કહ્યું હતું કે ઓવરએક્ટિંગ કરે છે.

29 જુલાઈએ ફિલ્મ રિલીઝ થશે
2014માં આવેલી ‘એક વિલન’નો બીજો ભાગ ‘એક વિલન રિટર્ન્સ’ 29 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મને મોહિત સૂરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને બાલાજી ટેલિફિલ્મ્સ તથા ટી સિરીઝે પ્રોડ્યૂસ કરી છે.

તારા સુતરિયાનું કપૂર પરિવારના ભાણેજ સાથે અફેર
27 વર્ષીય આદર જૈન 26 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાને લાંબા સમયથી ડેટ કરે છે. સ્વ. રાજકપૂરની દીકરી રીમાએ મનોજ જૈન સાથે લગ્ન કર્યા છે. રીમા-મનોજને બે દીકરા અરમાન જૈન તથા આદર જૈન છે. ચર્ચા છે કે તારા સુતરિયા તથા આદર જૈન આવતા વર્ષે લગ્ન કરશે. આદર જૈને એ દિલ હૈ મુશ્કિલ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મ ‘હેલ્લો ચાર્લી’ તથા ‘ખેલ ખેલ મેં’માં કામ કર્યું છે.

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories