HomeEntertainmentડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:INDIA NEWS GUJARAT

ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:INDIA NEWS GUJARAT

Date:

ડુગોંગ સમુદ્રી ગાય

ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:ડુગોંગ સમાન્ય રીતે હિંદ મહાસાગરના બન્ને તરફના દરિયાકાંઠાના ભાગમાં તે જોવા મળે છે.ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત કર્ણાટક, કેરાલા, તામિલનાડુ, રાજયો તેમજ આંદામાન નિકોબાર ટાપુના દરિયાકાંઠે જોવા મળે છે. જોકે કચ્છના અખાત વિસ્તારમાં તેની હાજરી અવાર-નવાર નોંધાઈ છે.સુવર મચ્છી, લુલી,સમુદ્ર ગાય વગેરે નામથી પણ ઓળખાય છે. માદા કરતા નર ડુગોંગ નાના હોય છે.

ડુગોંગ દરિયાઈ શાકાહારી પ્રાણી

ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:ડુગોંગ દરિયાઈ શાકાહારી પ્રાણી છે કે જે સંપુર્ણ વનસ્પતિહારી દરિયાઈ પ્રાણી છે.સમુદ્રના તળિયે ઉગેલા ઘાસને ઉખાડીને તેની ડાળીઓ ખાય છે.નિસાચર એવું આ પ્રાણી ડુગોંગ દિવસે આરામ કરે છે અને રાત્રીના સમયે ખોરાક માટે સમુહમાં ફરતું રહે છે.ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow દરિયાની તળિયે ઉગેલી લીલ અને આવૃત બીજધારી દરિયાઈ વનસ્પતિ પણ ખાય છે.ડુગોંગ ( dugong ) ઝડપથી તરી શકતું નથી પણ ધીમે ધીમે દરિયાના તળિયે જઈ ચરતું હોય છે. તેથી તેને “ સમુદ્રગાય “ પણ કહે છે.ઘાસ વધુ હોય તેવા દરિયાઈ ભાગમાં 100 થી વધારે ડુગોંગ સમુહમાં મોટી સંખ્યામાં ચરતી જોવા મળે છે.

ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:દરિયાઈ શાકાહારી પ્રાણી ડયુગોંગ માટે એક માન્યતા ખુબજ પ્રચલિત છે કે આ જીવ શ્રીકૃષ્ણની ગાયો છે.જ્યારે દ્વારિકા પાણીમાં ડુબવાની હતી ત્યારે ભગવાને એમની પ્રિય ગાયોને દરિયાઈ પ્રાણી બનાવી હતી. એવું કહેવાય છે કે ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow આ ડ્યુગોંગ શ્રીકૃષ્ણની અતિપ્રિય ગાયો છે.હિન્દુ માચ્છીમારો માં આ જીવને દરિયાઈ ગાય તરીકે ઓળખાય છે. ડ્યુગોંગ સફેદ અને લાઈટ રંગની હોય છે. પરંતું ગાય તરીકે ઓળખાવવાનું મુખ્ય કારણ તેમનો ખોરાક છે. તે કોઈપણ દરિયાઈ જીવને ખાતા નથી , પણ દરિયાની પેટાળમાં ઉગેલો ખાસ પ્રકારનું ઘાસ ખાઈને જીવે છે.

દરિયાની સપાટી ઉપર ડુગોંગ જોવું દુલર્ભ

ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:મુસ્લીમ માચ્છીમારો ડ્યુગોંગ ને સૂવર મચ્છી તરીકે સંબોધે છે . ઈસ્લામમાં સૂવરને ખાવા પર પાબંધી હોવાથી એ લોકો પણ ડયુગોંગ નો શિકાર કરતા નથી.વિશાળ મુખ,નાની આંખો,બે નાની પાંખો અને ચપટા મોઢા વાળા ડ્યુગોંગ ઓક્સીજન લેવા માટે અવાર નવાર દરિયાની સપાટીએ આવે છે. દરિયાની સપાટી ઉપર આને જોવું દુલર્ભ છે.ડ્યુગોંગ વિશ્વમાં ઓસ્ટ્રેલિયાથી લઈને પશ્ચિમ સુધી નિયત વિસ્તારોમાં દેખાય છે . પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી લાંબુ ડયુગોંગ જો ક્યાંય દેખાયુ હોય તો તે ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે દેખાયું છે . સને ૧૯૮૩ માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું કે સૌરાષ્ટ્ર તટ પર ૧૩.૨ ફુટ અથવા ૪.૦૩ મીટરનું ડયુગોંગ મળ્યું હતું .આ ડયુગોંગ રેકોર્ડ પછી કયારે તુટયું નથી આમ આ દેવભૂમિના સાગરમાં જોવા મળી આવતું સમુદ્ર જીવ શું સાચે જ શ્રી કૃષ્ણની ગાયો હશે … !!!

આ પણ વાંચી શકો છો:મેઘા નું આગમન:The arrival of rain: INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો છો:હાર્દિક પટેલે કોંગ્રેસથી ફાડયો છેડો:Hardik Patel leaves Congress:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories