Drugs Case: સ્પેશિયલ NDPS કોર્ટનો NCBને આદેશ, પરત કરે આર્યન ખાનનો પાસપોર્ટ-India News Gujarat
Drugs Case: મે મહિનામાં એનસીબીએ આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી હતી. એનસીબી (NCB) તરફથી ક્લીનચીટ મળ્યા બાદ શાહરૂખ ખાનના પુત્રએ પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા અને જામીનના બોન્ડ રદ કરવા સ્પેશિયલ NDPS કોર્ટમાં અરજી કરી હતી.
- સ્પેશિયલ કોર્ટે એનસીબીને (NCB) એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. આર્યન ખાનની (Aryan Khan) મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગયા વર્ષે 2 ઓક્ટોબર 2021ના રોજ અન્ય બે લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી.
- આર્યન ખાને સ્પેશિયલ NDPS કોર્ટમાં પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરી હતી. હવે કોર્ટે એનસીબીને આર્યનનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા મોટી રાહત મળી છે.
આર્યનની તરફમાં ચુકાદો આપ્યો છે
- બધા લોકો કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા હતા. હવે કોર્ટે પણ આર્યનની તરફમાં ચુકાદો આપ્યો છે.
- ડ્રગ્સ કેસમાં રાહત મળ્યા બાદ આજે હાથ ધરાયેલી સુનાવણીમાં આર્યન ખાનના વકીલ અમિત દેસાઈને કોર્ટેમાં પૂછ્યું હતું કે શું તે આર્યન ખાનનો પાસપોર્ટ અને જામીન બોન્ડ પાછા ઈચ્છે છે.
સ્પેશિયલ NDPS કોર્ટમાં દાખલ કરવામાં આવી અરજી
- મે મહિનામાં NCBએ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી હતી. એનસીબી તરફથી ક્લીનચીટ મળ્યા બાદ શાહરૂખ ખાનના પુત્રએ પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા અને જામીનના બોન્ડ રદ કરવા માટે સ્પેશિયલ NDPS કોર્ટમાં અરજી કરી હતી.
- કોર્ટે આજે આ કેસમાં ચુકાદો સંભળાવતા આર્યન ખાનને મોટી રાહત આપી છે. સ્પેશિયલ NDPS કોર્ટે એનસીબી પાસેથી આર્યન ખાનનો પાસપોર્ટ પરત કરવા અંગે જવાબ મંગાવ્યો હતો. જાણકારી મુજબ તપાસ એજન્સીએ તેનો વિરોધ પણ કર્યો ન હતો.
- એનસીબી તરફથી કોર્ટમાં 2 પાનાનો જવાબ રજૂ કરીને આર્યનના પાસપોર્ટ પરત કરવા અને જામીન બોન્ડ રદ કરવા સામે કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો.
આર્યન ખાનને NCB તરફથી મળી ક્લીનચીટ
- આ બાબત પર આર્યનના વકીલ અમિત દેસાઈને જ્યારે કોર્ટે કે શું તે આર્યનનો પાસપોર્ટ પાછો માંગે છે તો તેણે કહ્યું કે NCBએ કહ્યું છે કે આરોપી વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. આર્યન વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં કોઈ નક્કર પુરાવા તપાસ એજન્સીને મળ્યા નથી.
- આવી પરિસ્થિતિમાં હવે તેની સામે કોઈ તપાસ કરવાની નથી. આ મામલાની સુનાવણી બાદ સ્પેશિયલ કોર્ટે NCBને આર્યનનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો હતો.