HomeEntertainmentDhokha Review: ઠીક-ઠાક છે ફિલ્મ ‘ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર’ની સ્ટોરી, માધવને કરી...

Dhokha Review: ઠીક-ઠાક છે ફિલ્મ ‘ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર’ની સ્ટોરી, માધવને કરી બેસ્ટ એક્ટિંગ-India News Gujarat

Date:

Dhokha Review: ઠીક-ઠાક છે ફિલ્મ ‘ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર’ની સ્ટોરી, માધવને કરી બેસ્ટ એક્ટિંગ-India News Gujarat

Dhokha Review:  ફિલ્મ ‘ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર’નું કૂકી ગુલાટીએ ડાયરેક્શન કર્યું છે અને સાથે જ તેને ફિલ્મ લખી પણ છે. ટી-સીરીઝના ભૂષણ કુમારે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં ભૂષણ કુમારનો સાથ ક્રૃષ્ણ કુમાર, ધર્મેન્દ્ર શર્મા અને વિક્રાંત શર્માએ આપ્યો છે. આર માધવન અને ખુશાલી કુમાર આ ફિલ્મમાં પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ખુશાલી કુમારે (Khushali kumar) આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. અપારશક્તિ ખુરાના (Aparshakti Khurrana) આ ફિલ્મમાં એક આતંકવાદીનું પાત્ર ભજવી રહ્યો છે, જેનું એક અલગ સત્ય છે. જ્યારે દર્શન કુમાર ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે.

ઠીક-ઠાક છે ફિલ્મની સ્ટોરી

  • ફિલ્મમાં કોઈ સ્ટોરી નથી. ગમે ત્યાં, ગમે તે હોય, બસ ફિલ્મ આગળ વધી રહી છે. એવું લાગે છે કે સ્ટોરી પર કોઈ પણ પ્રકારની મહેનત કરવામાં આવી નથી. આર માધવને હાલમાં જ જે પ્રકારની ફિલ્મો કરી છે જેમ કે ‘રોકેટ્રી’ અને તન્નુ વેડ્સ મનુ’ જેની સ્ટોરી તેની જિંદગી હતી. પરંતુ હવે માધવન એક એવી ફિલ્મમાં જોવા મળશે જેમાં સ્ટોરી સમજની બહાર છે. ફિલ્મમાં કયું પાત્ર શું કરી રહ્યું છે, તે પોતે જ સમજી શકતા નથી.
  • આખી ફિલ્મમાં ગમે તે એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. જે રીતે ફિલ્મને ક્રાઈમ થ્રિલર તરીકે બતાવવાની કોશિશ કરવામાં આવી છે, તે બાળપણની રમત જેવી લાગે છે. ફિલ્મના એક ભાગમાં પત્રકારત્વ પણ બતાવવામાં આવ્યું છે કે ટીવી ચેનલો કેવા પ્રકારનું જૂઠ લોકો સુધી ફેલાવી રહી છે. ટીવી ચેનલો આ દિવસોમાં ટીઆરપી માટે દરેક હદ વટાવી રહી છે. કૂકી ગુલાટીએ તેને ખૂબ જ સરળતાથી ફની રીતે બતાવ્યું છે.

કલાકારોએ કરી છે બેસ્ટ એક્ટિંગ

  • એક્ટિંગની વાત કરીએ તો દરેક પાત્રે બેસ્ટ એક્ટિંગ કરી છે, પરંતુ ડેબ્યૂ કરતી ખુશાલી કુમાર એકદમ ફીકી જોવા મળી રહી છે. તેની સાઈડથી ઘણી ઓવર એક્ટિંગ જોવા મળી હતી. આર માધવન તેની બેસ્ટ એક્ટિંગ માટે જાણીતો છે, તેને આ ફિલ્મમાં પણ અદભૂત એક્ટિંગ કરી છે. પરંતુ તેનું પાત્ર અને સ્ટોરી તેની સાથે ન્યાય કરી રહી નથી. અપારશક્તિ ખુરાનાએ પણ સારી એક્ટિંગ કરી છે.
  • આ ફિલ્મમાં તેના પાત્રને જોઈને સમજાતું નથી કે તે પાત્ર શું કરવા અને કહેવા માંગે છે. તે સરળતાથી ગમે ત્યાં જઈ રહ્યો છે. ‘મેરી કોમ’ અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે જાણીતા દર્શન કુમારે પણ આ ફિલ્મમાં પોતાની એક્ટિંગ સાબિત કરી છે.
SHARE

Related stories

Latest stories