HomeEntertainmentDeepika Padukone Looked Stunning In A Black Saree: ચાહકોએ 'ક્વીન ઑફ હાર્ટ'...

Deepika Padukone Looked Stunning In A Black Saree: ચાહકોએ ‘ક્વીન ઑફ હાર્ટ’ કહી-India News Gujarat

Date:

Deepika Padukone Looked Stunning In A Black Saree: ચાહકોએ ‘ક્વીન ઑફ હાર્ટ’ કહી-India News Gujarat

Deepika Padukone Looked Stunning In A Black Saree:  બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં જ મુંબઈમાં યોજાયેલ એક ઇવેન્ટમાં બ્લેક સાડીમાં જોવા મળી હતી. બ્લેક સાડીમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. આ ઇવેન્ટની તસવીરો ને વીડિયો વાઇરલ થયા છે.

દીપિકા પાદુકોણ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં ચીફ ગેસ્ટ તરીકે આવી હતી

  • મિજવાન 2022માં શો સ્ટોપર બન્યા બાદ હવે દીપિકા પાદુકોણ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં ચીફ ગેસ્ટ તરીકે આવી હતી. દીપિકા પાદુકોણ ઇવેન્ટમાં બ્લેક સાડી તથા ઇન્ફિનિટી બ્લાઉઝમાં હતી. ઇવેન્ટમાં દીપિકાએ હોસ્ટ ગૌરવ કપૂર સાથે વાત કરી હતી. દીપિકાની સાથે નાની બહેન અનીષા પાદુકોણ પણ જોવા મળી હતી.

સો.મીડિયા યુઝર્સે વખાણ કર્યા

  • સો.મીડિયામાં દીપિકાની તસવીરો ને વીડિયો વાઇરલ થતાં જ ચાહકોએ એક્ટ્રેસના વખાણ કર્યા હતા. ચાહકોએ દીપિકાને ‘ક્વીન ઓફ હાર્ટ્સ’, ‘બ્યૂટી ઇન બ્લેક’ કહી હતી.

અપકમિંગ પ્રોજેક્ટ

  • દીપિકાના અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરીએ તો તે શાહરુખ-જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. આ એક્શન ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. હૃતિક રોશન સાથે ‘ફાઇટર’માં જોવા મળશે.
  • આ ફિલ્મમાં પહેલી જ વાર હૃતિક તથા દીપિકા સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 28 સપ્ટેમ્બરે જોવા મળશે. આ ફિલ્મને પણ સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરશે. આ ફિલ્મથી સિદ્ધાર્થ આનંદ પ્રોડ્યૂસર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
  • આ ઉપરાંત દીપિકા ડિરેક્ટર નાગ અશ્વિનની બિગ-બજેટ સાયન્સ ફિક્શન ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન તથા દિશા પટની સાથે કામ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે હોલિવૂડ ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની હિંદી રીમેકમાં પણ કામ કરશે.
SHARE

Related stories

Latest stories