HomeEntertainmentComing Soon:'મિર્ઝાપુર 3'થી અલી ફઝલનો લુક વાઇરલ-India News Gujarat

Coming Soon:’મિર્ઝાપુર 3’થી અલી ફઝલનો લુક વાઇરલ-India News Gujarat

Date:

Coming Soon:’મિર્ઝાપુર 3’થી અલી ફઝલનો લુક વાઇરલ-India News Gujarat

Coming Soon: આજકાલ બોલિવૂડ એક્ટર અલી ફઝલ વેબ સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. અલીએ હાલમાં જ સિરીઝ ‘મિર્ઝાપુર 3’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે અલીએ તેને ફેન આર્ટ ગણાવ્યું છે. પોસ્ટર જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે મિર્ઝાપુરની ત્રીજી સિઝનમાં ગુડ્ડુ ભૈયા અલગ જ અવતારમાં જોવા મળશે.

અલી ફઝલે શેર કર્યો ‘મિર્ઝાપુર 3’નો લુક
અલી ફઝલે સોશિયલ મીડિયા પર ફેન આર્ટ શેર કર્યું છે. અલી ફઝલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ફેન આર્ટ. આ સાથે જ મિર્ઝાપુર 3 ને હેશટેગ પણ આપ્યું છે. અલીએ ફેન્સ દ્વારા બનાવવામાં આવેલ ‘મિર્ઝાપુર 3’નું એક પોસ્ટર શેર કર્યું છે, જે જોઈને ગુડ્ડુ ભૈયા બોલ્ડ અવતારમાં જોવા મળશે.જોકે, આ પોસ્ટર ઓફિશિયલ નથી.

ફેન્સ તો ખુશીથી ઝૂમી ઉઠ્યા
આ પોસ્ટને જોઈને ફેન્સ તેમની ખુશી રોકી શક્યા નથી.જેના પર પ્રતિક્રિયા આપતા એક ફેન્સે લખ્યું હતું કે, ‘હું આની રાહ જોઈ શકતો નથી.’ બીજાએ લખ્યું, ‘મિર્ઝાપુર એમેઝોન પ્રાઇમની બેસ્ટ સિરીઝ પૈકી એક છે.”

નવા અવતારમાં જોવા મળશે ગુડ્ડુ ભાઈ ‘મિર્ઝાપુરની સીઝન 3’માં કલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા વચ્ચે જોરદાર લડાઈ જોવા મળશે. પુત્ર મુન્નાની હત્યા બાદ કલીન ભૈયાનો ગુસ્સો જોવા મળશે. આ સાથે જ ગુડ્ડુ ભૈયા પણ પોતાના ખતરનાક અવતારથી લોકોને ચોંકાવી દેશે.આ સીરીઝમાં ચાહકોને દરેક સીનમાં એડવેન્ચર જોવા મળશે.

અલીએ નવા ફિટનેસ ટ્રેનરની કરી છે નિમણુંક
રિપોર્ટ અનુસાર, અલી ફઝલે પોતાના રોલ અનુસાર બોડી બનાવવા માટે એક નવા ફિટનેસ ટ્રેનર રોહિત નય્યરને હાયર કર્યો છે. રોહિતે અલીને ‘મિર્ઝાપુર સીઝન 3’ માં તેના પાત્ર અનુસાર તાલીમ આપવાનું વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, મેકર્સે હજુ સુધી આ સીરીઝની રિલીઝ ડેટ જાહેર કરી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આવતા વર્ષે OTT પ્લેટફોર્મ પર આવશે.

SHARE

Related stories

Latest stories