Bipasha Karan: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ, જેણે ફિલ્મ ‘અજનબી’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તેણે વર્ષ 2016માં ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. અને લગ્નના લગભગ 6 વર્ષ બાદ બિપાશા 12 નવેમ્બર 2022ના રોજ એક પુત્રીની માતા બની હતી. જેનું બિપાશા અને કરણે નામ ‘દેવી બાસુ સિંહ ગ્રોવર’ રાખ્યું છે.
બિપાશાએ વીડિયો શેર કરીને પતિ પર પ્રેમ વરસાવ્યો હતો
પોતાના કિલર લુક્સ માટે જાણીતી બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર પતિ કરણ સિંહ ગ્રોવર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર આવતીકાલે એટલે કે 30મી એપ્રિલે તેમની 7મી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. પરંતુ આ ખાસ પ્રસંગના બે દિવસ પહેલા એટલે કે 28 એપ્રિલ 2023ના રોજ બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ કરણ સિંહ ગ્રોવર સાથેનો એક સુંદર વીડિયો શેર કર્યો હતો. અને વિડીયોની સાથે કેપ્શનમાં બિપાશાએ લખ્યું છે કે, આ 7 વર્ષ પહેલા થયું હતું જે દિવસે અમે પતિ-પત્ની બનવા માટે સત્તાવાર રીતે સાઈન કરી હતી. મારી સાથે અત્યાર સુધીની સૌથી સારી વસ્તુ… લગ્ન કર્યાં મારા સોલમેટ @iamksgofficial તને હંમેશ માટે અને હંમેશા હું તને પ્રેમ કરું છું.
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુનો વીડિયો જુઓ
કરણ અને બિપાશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સ પણ આ વાયરલ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અને કોમેન્ટ કરીને તે કપલ્સને લગ્નની વર્ષગાંઠ માટે ખાસ સંદેશ પણ આપી રહ્યો છે.