HomeEntertainmentAryan Khan Was Seen Partying:ડ્રગ્સ કેસમાં ફસાઈ ચૂકેલો આર્યન ખાન પાર્ટી કરતો...

Aryan Khan Was Seen Partying:ડ્રગ્સ કેસમાં ફસાઈ ચૂકેલો આર્યન ખાન પાર્ટી કરતો જોવા મળ્યો-India News Gujarat

Date:

Aryan Khan Was Seen Partying:ડ્રગ્સ કેસમાં ફસાઈ ચૂકેલો આર્યન ખાન પાર્ટી કરતો જોવા મળ્યો-India News Gujarat

Aryan Khan Was Seen Partying: બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ગયા વર્ષે ડ્રગ્સ કેસને કારણે મુશ્કેલીમાં મૂકાયો હતો. તે આર્થર રોડ જેલમાં 25 દિવસથી વધુ રહ્યો હતો. શાહરુખે દીકરાને જામીન અપાવવા માટે ઘણી જ મહેનત કરી હતી. આર્યનને જામીન મળ્યા તો શરૂઆતમાં તે પબ્લિક પ્લેસમાં આવતો પણ નહોતો. જોકે, હવે તેની લાઇફ એકદમ સામાન્ય થઈ ગઈ છે. આર્યન અનેક ઇવેન્ટ્સમાં જોવા મળ્યો હતો અને હવે તે નાઇટ ક્લબમાં જોવા મળ્યો હતો અને ડ્રિંક કરતો હતો. આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.

નાઇટ ક્લબમાં માસ્ક પહેર્યો હતો
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં એક છોકરો દેખાય છે અને આ આર્યન ખાન છે. તેણે માસ્ક પહેર્યો છે. જોકે, જ્યારે તે ડ્રિંક કરે છે ત્યારે તેણે માસ્ક હટાવ્યો હતો.

સૈફ અલી ખાનનો દીકરો પણ હતો
ચર્ચા છે કે આ ક્લબમાં સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પણ હતો. તે મિત્રો સાથે પાર્ટી કરતો હતો.

NCBએ સ્પેશિયલ કોર્ટને કહ્યું, આર્યન આરોપી નથી
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ સ્પેશિયલ કોર્ટને કહ્યું હતું કે આર્યન ડ્રગ્સ કેસમાં આરોપી નથી અને તેની વિરુદ્ધ કોઈ તપાસ નથી. આર્યન ખાનની કાયદાકિય ટીમનો હિસ્સો રહી ચૂકેલા સંદિપ કપૂરે કહ્યું હતું કે હવે આ ચેપ્ટર આર્યન ખાન માટે બંધ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. 22 કલાકની પૂછપરછ બાદ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

ગૌરી ખાન આ અંગે વાત કરી શકે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન ટૂંક સમયમાં કરન જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરન’માં જોવા મળશે. આ શોમાં ગૌરી ખાન દીકરા આર્યન અંગે વાત કરી શકે છે. તે શોમાં કહી શકે છે કે આર્યન ખાન જ્યારે ડ્રગ્સ કેસમાં ફસાયો હતો ત્યારે તેના પરિવાર પર શું વીતી હતી.

આર્યન ખાન ટૂંક સમયમાં ડેબ્યૂ કરશે
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટની વેબ સિરીઝ તથા ફિલ્મ પર તે કામ કરી રહ્યો છે. આર્યાન લાંબા સમયથી આના પર કામ કરે છે. તેણે સિરીઝ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આર્યને થોડાં મહિના પહેલાં મુંબઈના સ્ટૂડિયોમાં વેબ શો માટે ટેસ્ટ શૂટ કર્યું હતું.

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories