HomeEntertainmentArjun Kapoor Malaika Arora: મલાઈકા અરોરાથી ‘દૂર’ થઈ ગયો અર્જુન કપૂર, કરોડોનું...

Arjun Kapoor Malaika Arora: મલાઈકા અરોરાથી ‘દૂર’ થઈ ગયો અર્જુન કપૂર, કરોડોનું નુકસાન કરીને વેચ્યો ફ્લેટ-India News Gujarat

Date:

Arjun Kapoor Malaika Arora: મલાઈકા અરોરાથી ‘દૂર’ થઈ ગયો અર્જુન કપૂર, કરોડોનું નુકસાન કરીને વેચ્યો ફ્લેટ-India News Gujarat

Arjun Kapoor Malaika Arora:  બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) આ દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં એક શાનદાર ફેઝનો સામનો કરી રહ્યો છે. ‘એક વિલન 2’ના પ્રમોશનમાં બિઝી અર્જુન કપૂર એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) સાથેના સંબંધોને લઈને લાઈમલાઈટમાં રહે છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે અર્જુન અને મલાઈકાના લગ્નને લઈને અટકળો શરૂ થઈ હતી .જ્યારે ખબર પડી હતી કે અર્જુન કપૂરે મલાઈકા અરોરાની બિલ્ડિંગમાં 4 BHK ફ્લેટ ખરીદ્યો છે. હવે સમાચાર છે કે અર્જુન કપૂરે પોતાનો ફ્લેટ વેચી દીધો છે. હવે અર્જુન કપૂર પોતાનું એક ઘર વેચવાને કારણે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. અર્જુન કપૂરે હાલમાં બાંદ્રા વેસ્ટમાં ’81 ઓરેટ બિલ્ડિંગ’માં એક એપાર્ટમેન્ટ 16 કરોડ રૂપિયામાં વેચ્યું છે. આ ઘર મલાઈકાના ઘરની નજીક હતું. અર્જુન કપૂરે બાંદ્રામાં 81 ઓરેટ બિલ્ડિંગના 19મા માળે ફ્લેટ ખરીદ્યો હતો. તે 4364 ચોરસ ફૂટમાં બનેલ છે. તેને આ ફ્લેટ 20 કરોડમાં ખરીદ્યો હતો.

અંશુલાએ સાઈન કર્યા પેપર

  • 4364 ચોરસ ફૂટનો ફ્લેટ કેસી માર્ગ પર બિલ્ડિંગના 19મા માળે છે. પરંતુ એક્ટરે પોતાનો ફ્લેટ વેચવા પાછળનું કારણ જાહેર કર્યું નથી. હિદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ અર્જુનનો આ ફ્લેટ 4364 સ્ક્વેર ફૂટમાં છે, જેને એક્ટરે 4 કરોડ રૂપિયાના નુકસાનમાં વેચી દીધો છે. અર્જુનના ફ્લેટનું રજિસ્ટ્રેશન 19 મે 2022ના રોજ થયું હતું. આ ડોક્યુમેન્ટ પર અર્જુનની બહેન અંશુલા કપૂરે સાઈન કરીે છે.
  • અર્જુનનું આ ઘર સી-ફેસિંગ હતું, જ્યાંથી વર્લી સી-લિંકનો સુંદર નજારો જોઈ શકાય છે. આ ફ્લેટમાં સ્પા, લાઈબ્રેરી, પૂલ જેવી અનેક સુવિધાઓ હતી. હાલમાં અર્જુન જુહુમાં એક મકાનમાં રહે છે. તેની લેડી લવ મલાઈકા પણ ’81 ઓરેટ બિલ્ડિંગ’માં રહે છે. આ બિલ્ડિંગમાં મલાઈકા સિવાય સોનાક્ષી સિંહા, કરણ કુન્દ્રા અને ક્રિકેટર પૃથ્વી શો પણ રહે છે.

અર્જુન કપૂરની નેટવર્થ

  • caknowledge.com મુજબ અર્જુન કપૂરની નેટવર્થ લગભગ 74 કરોડ રૂપિયા છે. એક્ટર એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તેમની બ્રાન્ડ એટવરટાઈઝમેન્ટથી પણ ઘણી કમાણી થાય છે.
  • અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘કુત્તે’ અને ‘ધ લેડી કિલર’ ફિલ્મો છે.
  • આ પહેલા પણ એક્ટરની ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ તમામ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. અર્જુન અને તેના ફેન્સને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories