HomeEntertainmentગુજરાતીઓના ગરબા:An opportunity for Gujaratis to take pride:INDIA NEWS GUJARAT

ગુજરાતીઓના ગરબા:An opportunity for Gujaratis to take pride:INDIA NEWS GUJARAT

Date:

ગુજરાતીઓ માટે ગર્વ લેવાનો અવસર : ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જો આપવાની તૈયારીયો..

ગુજરાતના સાંસ્કૃતિ ગરબા એ વિશ્વ ફલક પર આગવી ઓળખ બનાવી છે
ગુજરાતીઓના ગરબા:An opportunity for Gujaratis to take pride:ગુજરાતની સાંસ્કૃતિક વારસા ના પ્રતીક સમાં ગરબા ને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી સંભાવનાઓ છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. યુનેસ્કો દ્વારા આ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુતાન, માલદિવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.

2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતી ઊજવશે

ગુજરાતીઓના ગરબા:An opportunity for Gujaratis to take pride:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતી ઊજવશે, જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોકપરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે, જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતાં સ્થળો આવેલાં છે એ ગુજરાત માટે ખુબજ ગૌરવ સમાન છે.

તાનારીરી મહોત્સવને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત

ગુજરાતીઓના ગરબા:An opportunity for Gujaratis to take pride:વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.

આ પણ વાંચી શકો :ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો :ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories