HomeEntertainmentઅમિતાભ બચ્ચને સોશિયલ મિડિયા પર ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી

અમિતાભ બચ્ચને સોશિયલ મિડિયા પર ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી

Date:

આજે ગુરુપુર્ણિમાનો પાવન પર્વ છે.ત્યારે બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બ્ચ્ચને  પણ સોશિયલ મિડિયા પર ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે ત્યારે તેમણે પિતા હરિવંશ રાય બચ્ચન સાથેનો ફોટો શેર કરી કબીરદાસની પંક્તિ શેર કરી હતી.અને  લખ્યું કે, ગુરુપૂર્ણિમાના શુભ અવસર પર, ચરણ સ્પર્શ, નમન, આપણા ગુરુ દેવ ગુરુ પરમ.પરમ પૂજ્ય પિતા જી. કબીરદાસે સત્ય કહ્યું છે કે જો ભગવાન નારાજ થઇ જાય તો ગુરુનો સહારો રહે છે પરંતુ ગુરુ નારાજ થાય ત્યારે કોઈ સહારો રહેતો નથી, કોઈ રસ્તો બચતો નથી. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ વગર સંસ્કાર નથી, સંસ્કાર વગર આચરણ નથી.આચરણ વગર આદર નથી,આદર વગર મનુષ્યતા નથી.ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ.

ત્યારે અમિતાભ બચ્ચનની પોસ્ટ પર અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, આહના કુમરા સહિત અનેક સેલેબ્સે અમિતાભ બચ્ચનને ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે.
ત્યારે અમિતાભ બચ્ચન અવાર નવાર સોશિયલ મિડિયામાં એક્ટિવ હોય છે…ત્યારે આજે તેમણે સૌને  ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી હતી.

 

SHARE
- Advertisement -

Related stories

Latest stories