HomeEntertainmentAlia Bhatt's Pregnancy Glow: તસવીર વાઇરલ-India News Gujarat

Alia Bhatt’s Pregnancy Glow: તસવીર વાઇરલ-India News Gujarat

Date:

Alia Bhatt’s Pregnancy Glow: તસવીર વાઇરલ-India News Gujarat

Alia Bhatt’s Pregnancy Glow: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે થોડા દિવસ પહેલાં પ્રેગ્નન્સીના ન્યુઝ આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. ફેન્સ પણ આ ગુડ ન્યુઝ સાંભળીને શુભકામનાઓ આપી હતી. આલિયા હાલ તો પ્રેગ્નન્સી પિરિયડનો આનંદ માણી રહી છે. ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આલિયાએ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો છે. આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ ગુડ ન્યૂઝની ડેટ અને રણબીર કપૂર વિશે પૂછી રહ્યા છે.

  • આલિયાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે એકલી જ જોવા મળી રહી છે. પહેલી તસ્વીરમાં આલિયા કેમેરા સામે જોઈને સ્માઈલ કરી રહી છે, નો મેકઅપ લુક અને બ્લેક સ્વેટશૂટએ આલિયા ભટ્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દીધા છે.
  • બીજી તસવીરમાં એક્ટ્રેસ તેની આજુબાજુનો સુંદર નજારો દેખાડી રહી છે, તો છેલ્લી તસવીરમાં આલિયાનો પડછાયો જોવા મળી રહ્યો છે. આ બધી જ તસવીરોમાં આલિયાનો બેબી બંમ્પ ક્યાંય પણ જોવા મળતો નથી.

ફોટો શૅર કરીને પ્રેગ્નન્સીની માહિતી આપી હતી

  • આલિયાએ થોડાં સમય પહેલાં જ સો.મીડિયામાં હોસ્પિટલનો ફોટો શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
  • તેણે કહ્યું હતું, ‘અમારું બેબી…આવી રહ્યું છે.’ તસવીરમાં આલિયા ભટ્ટ અલ્ટ્રાસાઉન્ડ કરાવતી હતી અને તેની સાથે રણબીર કપૂર હતો. રણબીર કપૂર હાલમાં સ્પેનમાં છે. રણબીર-આલિયાએ પાંચ વર્ષના ડેટિંગ બાદ 14 એપ્રિલ, 2022ના રોજ લગ્ન કર્યા હતા.

હાલમાં આલિયા લંડનમાં તો રણબીર સ્પેનમાં છે

આલિયા ભટ્ટ હાલમાં લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટનું શૂટિંગ જુલાઈના બીજા અઠવાડિયા સુધી ચાલશે તો રણબીર હાલમાં સ્પેનમાં ડિરેક્ટર લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

રણબીર સ્પેનથી લંડન જશે

  • રણબીર 15 જુલાઈની આસપાસ આલિયા ભટ્ટને લેવા લંડન જશે. ત્યારબાદ બંને સાથે ભારત આવશે. માનવામાં આવે છે કે ભારત આવીને આલિયા થોડો સમય આરામ કરશે.
  • આલિયા લંડનની સિટીઝનશિપ ધરાવે છે. આથી જ તે લંડનમાં ડિલિવરી કરાવે તેવી શક્યતા વધારે છે.
SHARE

Related stories

Latest stories