HomeEntertainmentAlia Bhatt Pregnant Before Marriage?:કરન જોહરે કરી દીધો ખુલાસો ! શું લગ્ન...

Alia Bhatt Pregnant Before Marriage?:કરન જોહરે કરી દીધો ખુલાસો ! શું લગ્ન પહેલાં જ આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ હતી?-India News Gujarat

Date:

Alia Bhatt Pregnant Before Marriage?:કરન જોહરે કરી દીધો ખુલાસો ! શું લગ્ન પહેલાં જ આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ હતી?-India News Gujarat

Alia Bhatt Pregnant Before Marriage?: બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટે 27 જુને એક સોનોગ્રાફીની તસવીર શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આલિયા ભટ્ટના પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ઘણા લોકોએ અભિનંદન પાઠવ્યા હતા, તો અમુક લોકોએ આડે હાથ લેતા કહ્યું હતું કે, પ્રેગ્નન્ટ મહિલાની પ્રથમ સોનોગ્રાફી ગર્ભાવસ્થાના ત્રણ મહિના પુરા થયા પછી જ કરવામાં આવે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલે લગ્નગ્રંથિથી જોડાયા હતા. ત્યારે ફેન્સ એવું અનુમાન લગાવ્યું છે કે, લગ્ન પહેલાં જ આલિયા પ્રેગ્નન્ટ હતી. પરંતુ કરણ જોહરના એક નિવેદનમાં કદાચ ભૂલથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે!

‘કોફી વિથ કરન’ કરણ જોહરનો વિવાદિત

  • ‘કોફી વિથ કરન’ કરણ જોહરનો વિવાદિત, ચર્ચિત એન મજેદાર શો છે. લાંબા સમય બાદ આવેલા આ શોના પહેલા એપિસોડમાં શોમાં રણવીર સિંહે અને આલિયા ભટ્ટ મહેમાન બન્યા હતા.
  • આલિયા ભટ્ટ અને રણવીર સિંહ કરણની ફિલ્મ ‘ રોકી ઔર રોની કી પ્રેમ કહાની’માં સાથે કામ કરી રહ્યા છે. આ શોમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે તેની અંગત જિંદગીને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

‘કોફી વિથ કરન 7’ પર આલિયાએ કહ્યું હતું

  • ‘કોફી વિથ કરન 7’ પર આલિયાએ કહ્યું હતું કે જ્યારે રણવીર સિંહ સાથે ફિલ્મના ગીતનું શૂટિંગ કરી રહી હતી ત્યારે જ તેને રણબીરના પ્રપોઝલ વિશે વાત કહી અને તસવીર બતાવી હતી.
  • આ બાદ રણવીર સિંહની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ વાત પર કરને રણવીરને જણાવ્યું હતું કે, આલિયાની ખુશીમાં તે એકલો જ નથી રડતો ઘણા લોકો રડે છે.

આલિયાએ કહ્યું કે, લગ્નની વાત પર કરનનું કંઈક આવું હતું રિએક્શન

  • કરને જણાવ્યું હતું કે, જ્યારે આલિયા ગૂડ ન્યુઝ આપવા માટે આવી ત્યારે તેમનું ‘બેડ હેર ડે’ ચાલી રહ્યો હતો એટલે કે વાળ જ સેટ થઇ રહ્યા ન હતા. જેને લઈને તે ઉદાસ હતો. પરંતુ જ્યારે આલિયાએ લગ્નની વાત કરી ત્યારે ખુશીથી રડી પડ્યો હતો. આલિયાએ આ સમગ્ર વાત કરતા કહ્યું હતું કે, ‘કરને બેઝબોલની મોટી ટોપી પહેરી હતી અને તેની બ્લેક સ્વેટ શર્ટ પહેરી ધર્માની ઓફિસમાં એક મોટી ખુરશી પર બેઠો હતો. મેં બધી વાત કહીને છેલ્લે કહ્યું કે, કરન હું લગ્ન કરવા જઈ રહી છું.’
  • તો આલિયાએ કરનના રડવાની કોપી કરતા કહ્યું હતું કે, કેવી રીતે તે હાથમાં કોફીનો મગ પકડીને રડવા લાગ્યો અને એક જ વાત બોલ્યો હતો કે, “હું તારા માટે ખૂબ જ ખુશ છું.” તો બીજી તરફ આ વાત કરતા જ ફેન્સને તરત જ યાદ આવી ગયું હતું કે, કરને થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તેમાં આલિયાની પ્રેગ્નન્સી પર રિએક્શન આપતા બિલકુલ ‘બેડ હેર ડે’ વાળી જ વાત કરી હતી.
  • તો આ વાત પછી ફેન્સને લાગી રહ્યું છે કે, આલિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હતી તે વાત કરન જોહરે ભૂલથી કન્ફ્રર્મ કરી દીધી છે. આલિયાની પ્રેગ્નન્સી પર રિએક્શન આપતા ઇ ટાઇમ્સને કરને કહયું હતું કે, મને યાદ છે કે, જયારે આલિયા મારી ઓફિસે આવી ત્યારે ‘બેડ હેર ડે’ ચાલી રહ્યો હતો અને હું ટોપી પહેરીને બેઠો હતો. જયારે આલિયાએ પ્રેગ્નન્સી વિશેની વાત મને જયારે કહી ત્યારે હું કંઈ બોલી શક્યો ન હતો અને ફક્ત રડવા જ લાગ્યો હતો. મને વિશ્વાસ આવી રહ્યો ન હતો કે, આલિયા પ્રેગ્નન્ટ છે. આ એવું હતું કે, જયારે તમારી બેબીને બેબી થવા જઇ રહ્યું છે. મારા માટે આ સમય ઘણો ઈમોશનલ હતો.
  • આલિયા ભટ્ટે પોતાની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. હાલમાંજ આલિયાએ સોશિયલ મીડિયા પર ગેલ ગેડોટ અને ક્રૂ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. સાથે જ ગેલે આલિયા સાથે સેલ્ફીને રિપોસ્ટ કરી છે. નેટફ્લિક્સની આ ફિલ્મમાં આલિયા, ગેલ અને જેમી ડોર્નાન સાથે જોવા મળશે.

 

SHARE

Related stories

Latest stories