Ajay Devgan won the National Award for the third time:એક્ટરે આપી આ પ્રતિક્રિયા-India News Gujarat
Ajay Devgan won the National Award for the third time: આજે નેશનલ ફિલ્મ એવોર્ડની (National Award) જાહેરાત કરવામાં આવી છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગનને (Ajay Devgan) તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. અજય દેવગનનો આ ત્રીજો નેશનલ એવોર્ડ છે. આ પહેલા તેમને 1998માં ફિલ્મ જખ્મ માટે આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2002માં તેમને ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરને સંપૂર્ણ મનોરંજન પુરી પાડતી સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ પણ આ ફિલ્મને મળ્યો છે. તેના કોસ્ચ્યુમ ડિઝાઇનર નચિકેત બર્વે અને મહેશ શેરલા છે.
સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવાથી ઉત્સાહિતઃ અજય દેવગણ
- નેશનલ એવોર્ડ મળવા પર અજય દેવગને કહ્યું કે મને 68માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં તાન્હાજી – ધ અનસંગ વોરિયર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, સાથે જ સુર્યાને પણ સૂરરાય પોટરુ માટે આ એવોર્ડ મળ્યો છે.
- હું ઉત્સાહિત છું. હું દરેકનો આભાર માનું છું, સૌથી વધુ આભાર મારી ક્રિએટીવ ટીમ, પ્રેક્ષકો અને મારા ફેન્સને જાય છે. હું મારા માતા-પિતા અને ભગવાનનો આશીર્વાદ માટે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અન્ય તમામ વિજેતાઓને અભિનંદન.
સૂરરાય પોટરુને મળ્યા 5 એવોર્ડ
- આ સિવાય બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ફિલ્મ ‘સૂરરાય પોટરુ’ને મળ્યો છે અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ સૂરરાય પોટરુની અપર્ણા બાલામુરલીને મળ્યો છે.
- તમિલ ફિલ્મ સૂરારાય પોટરુને સૌથી વધુ 5 એવોર્ડ મળ્યા છે.
તાન્હાજીને ખૂબ પસંદ કરવામાં આવી હતી
- તાન્હાજી 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મે 368 કરોડની કમાણી કરી હતી. મરાઠા યોદ્ધા તાન્હાજી શિવાજી મહારાજના વિશ્વાસુ લેફ્ટનન્ટ હતા. જ્યારે મુઘલોએ કોંઢણા કિલ્લા પર આક્રમણ કર્યો અને જીત મેળવી, ત્યારે તેઓ તેમના રાજા અને દેશ માટે તેનો ફરીથી દાવો કરવા નીકળ્યા.
- 2016માં અજય દેવગનને પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવ્યો હતો. 1991 માં, તેને ફૂલ ઔર કાંટેથી બોલિવૂડમાં શરૂઆત કરી હતી. તાન્હાજી પછી 2021માં તેની ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ આવી. તેણે સૂર્યવંશીમાં પણ એક નાનકડી ભૂમિકા ભજવી. આ વર્ષે દેવગને ડિઝની પ્લસ હોટસ્ટાર પરની વેબ સિરીઝ રુદ્ર સાથે તેને ઓટીટી ડેબ્યૂ કર્યું હતું.