HomeEntertainmentKaran Grover :પોતાના જ વેડિંગ રિસેપ્શનમાં કરન ગ્રોવરે કચરો સાફ કર્યો-India News...

Karan Grover :પોતાના જ વેડિંગ રિસેપ્શનમાં કરન ગ્રોવરે કચરો સાફ કર્યો-India News Gujarat

Date:

 Karan Grover :પોતાના જ વેડિંગ રિસેપ્શનમાં કરન ગ્રોવરે કચરો સાફ કર્યો-India News Gujarat

Actor Karan Grover : પોપ્યુલર ટીવી એક્ટર કરન વી ગ્રોવરે 31 મેના રોજ ગર્લફ્રેન્ડ પોપી જબ્બલ સાથે હિમાચલ પ્રદેશમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં માત્ર નિકટના લોકો સામેલ થયા હતા. હાલમાં જ કરને મુંબઈમાં વેડિંગ રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ સામેલ થયા હતાં. રિસેપ્શનમાં કરન વી ગ્રોવર કચરો સાફ કરતો જોવા મળ્યો હતો.

  • કરન વી ગ્રોવરના રિસેપ્શનના વીડિયો ને તસવીરો વાઇરલ થઈ છે. આવા જ એક વીડિયોમાં કરન વી ગ્રોવર મોપિંગ સ્ટિકથી સાફ સફાઈ કરતો જોવા મળ્યો હતો. આ જોઈને મહેમાનો હસવા લાગ્યા હતા. કરનના મિત્રોએ એવી કમેન્ટ પણ કરી હતી કે વ્યવસ્થિત રીતે સાફ-સફાઈ કર.

રિસેપ્શનમાં કોણ કોણ આવ્યું?

  • કરન-પોપીના રિસેપ્શનમાં રિદ્ધિમા પંડિત, વિવેક દહિયા, દિવ્યાંકા ત્રિપાઠી, વાહબિઝ દોરાબઝ, શમા સિકંદર, છવિ મિત્તલ, સૌમ્યા ટંડન સહિતના સેલેબ્સ આવ્યા હતા.
  • વેડિંગ રિસેપ્શનમાં કરને સૂટ પહેર્યો હતો અને પોપી સિમ્પલ સાડીમાં જોવા મળી હતી. બંનેએ મહેમાનો સાથે ગ્રીક ડાન્સ પણ કર્યો હતો.

પાર્કિંગમાં કરન-પોપીની પહેલી મુલાકાત

  • લગ્ન બાદ કરન તથા પોપી ગોલ્ડન ટેમ્પલ પણ ગયા હતા. બંને છેલ્લાં 11 વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં. બંનેની પહેલી મુલાકાત પાર્કિંગમાં થઈ હતી.
  • ત્યારબાદ કોમન ફ્રેન્ડ્સે એકબીજા સાથે ઓળખાણ કરાવી હતી. મિત્રતા પછી પ્રેમમાં પરિણમી હતી.

ટીવી સિરિયલ ‘સારથી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું

  • 1982માં જન્મેલા કરને કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી છે. તેણે મુંબઈમાં ઓમંગ કુમારની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં એક વર્ષ સુધી કામ કર્યું હતું. 2004માં તેણે ટીવી સિરિયલ ‘સારથી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું છે. ત્યારબાદ તે વિવિધ શોમાં જોવા મળ્યો હતો.
  • ફિલ્મની વાત કરીએ તો તે ‘વેડિંગ પુલાવ’માં જયના રોલમાં જોવા મળ્યો હતો. કરને વેબ સિરીઝ ‘સ્પોટલાઇટ’, ‘વોડકા શોટ્સ’ તથા ‘SIT’માં કામ કર્યું છે. હાલમાં તે ‘ઉડરિયાન’ સિરિયલમાં જોવા મળે છે.
SHARE

Related stories

Latest stories