HomeElection 24Will Nilesh Kumbhani Join BJP ? : કોંગ્રેસના નિલેશ કુંભાણી કરશે કેસરિયા,...

Will Nilesh Kumbhani Join BJP ? : કોંગ્રેસના નિલેશ કુંભાણી કરશે કેસરિયા, કુંભાણી જોડાશે ભાજપમાં : સૂત્ર – India News Gujarat

Date:

Will Nilesh Kumbhani Join BJP ? : બે દિવસમાં વિધિવત્ રીતે જોડાશે ભાજપમાં : સૂત્ર કોંગ્રેસના ઉમેદવાર હતા કુંભાણી

આવનારા દિવસોમાં ભાજપામાં સામેલ થઈ ને કેસરીયો કરી શકે

લોકસભા ચુંટણીમાં સુરત બેઠક પર ભારે અફરાતફરી બાદ નીલેશ કુંભાણીનું ઉમેદવારી રદ્દ થવાના મામલામાં હવે નવો વણાંક આવી શકે છે.. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કુંભાણી આવનારા દિવસોમાં ભાજપામાં સામેલ થઈ ને કેસરીયો કરી શકે છે..

કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી

લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં થયેલા ડ્રામાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. મુકેશ દલાલને ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. જે બાદ બીજેપીએ વગર મતદાને પ્રથમ બેઠક જીતી લીધી છે. તો બીજી તરફ હવે માહિતી સામે આવી રહી છે કે, કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી કેસરિયા કરશે. ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે. જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે. આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી ભાજપમાં જોડાશે. તો બીજી તરફ કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે. નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની તૈયારી ભાજપે પૂર્ણ કરી લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે.

Will Nilesh Kumbhani Join BJP ? : નીલેશ કુંભાણી ભાજપમાં જોડાશે એવું સૂત્રો દ્વારા હાલ માહિતી

શું નિયોજીત રીતે નીલેશ કુંભાણી દ્વારા કોંગ્રેસની ઉમેદવારી કરી ને કોઈને પણ કશું જાણ થાય એ વગર ભાજપા સાથે કથિત રીતે શમજૂતી કરીને પોતાનું ઉમેદવારી પત્ર રદ્દ થાય એ પ્રકારે કાર્ય કરીને ભાજપને દીધો ફાયદો કરાવી ને ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જીત મેળવી શકે એનો રસ્તો સાફ કરી દીધો હતો.. હવે સમજૂતી મુજબ જે કી પણ કમિટમેન્ટ થયા હશે એ મુજબ નીલેશ કુંભાણી ભાજપમાં જોડાશે એવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોકે હકીકત ત્યારેજ સામે આવશે જ્યારે વહેતી થયેલી વાત સાચી ઠરે અત્યારે તો માત્ર લોકચર્ચા અને વૉટસપ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત માહિતી અનુશાર એટલુંજ કહી શકાય કે નીલેશ કુંભાણી આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ કેસરીયો કરી શકે છે..

તમે આ પણ વાંચી સકો છો :

Rajnath Singh visited base camp in Siachen, paid tribute to soldiers: રાજનાથ સિંહે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લીધી, વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી

તમે આ પણ વાંચી સકો છો :

Election Forum Likely To Be Cancelled : સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને ઉભી થઇ ગૂંચ : ફોર્મ રદ્દ ન થાય તે માટે નિલેશ કુંભાણી જશે હાઇકોર્ટમાં

SHARE

Related stories

Latest stories