HomeElection 24Volunteers Welcomed with flowers: સ્વયંસેવકોનું જીલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ, 1100 થી વધુ સ્વયંસેવકો...

Volunteers Welcomed with flowers: સ્વયંસેવકોનું જીલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ, 1100 થી વધુ સ્વયંસેવકો દ્વારા પથ સંચલન – INDIA NEWS GUJARAT

Date:

Volunteers Welcomed with flowers: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોનું જીલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વ્યારા, ડોલવણ, સોનગઢ, છેવાડાના નિઝર કુકરમુંડા સહિત તમામ તાલુકા માંથી 1100 થી વધુ સ્વયંસેવકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વ્યારા નગરના માર્ગો પર આર.એસ.એસ નાં સ્વયંમ સેવકોનું ભવ્ય પથસંચલન નીકળ્યું હતું. તાપી હુંકાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીલીમોરા નવનાથ ધામના સંત પ.પૂ. શ્રી છોટેદાદા તથા સંઘના પ્રશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહ બાલાસાહેબ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

RSS દ્વારા તાપી હુંકાર કાર્યક્રમ યોજાયો

વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાપી હુંકાર નામનું સ્વયંસેવકોનું જીલ્લા એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન યોજાયું હતું. આ કાર્યક્રમ બજોરે રખાયો હતો અને વાજિંત્રો નાં ત્રણ ઘોસ સાથે નગરમાં વિશાલ પથ સંચલન  નીકળ્યું હતું. પથ સંચલન દરમિયાન જાહેર માર્ગો ઉપર સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો અને સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા કરી ઠેર ઠેર પથ સંચલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સયાજી મેદાન ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો જે દરમિયાન સ્વયંસેવકો વિવિધ યોગ ક્રિયા કરી હતી.

તાપી હુંકાર કાર્યક્રમમાં ઉપસ્થિત નવનાથધામ ગાદીપતિ પ. પૂ  છોટેદાદાએ મંચ પરથી આશીર્વચન આપી ધર્માન્તર ને લઇ યુવાનોને એક થવા ટકોર કરી હતી. સાથે આર.એસ.એસ દ્વારા થઇ રહેલા વ્યક્તિ નિર્માણ સહિતના કામોની સરાહના કરી હતી.અને આદિવાસીઓ હિન્દૂ નથી એવા ફેલાઈ રહેલા ભ્રમ બાબતે તેમણે જણાવ્યું કે બંનેની પુંજા પદ્ધતિ એક છે, જળ, જંગલ, જમીન અને પ્રકૃતિને પુંજતા આવ્યા છે, ત્યારે અલગ કેવી રીતે હોઈ શકે? અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો ધર્મને જાકારો આપી સનાતન ધર્મને અપનાવવા અનુરોધ કર્યો હતો.

Volunteers Welcomed with flowers: આર. એસ. એસના આજે 99 વર્ષ થયા

આર. એસ. એસના પ્રશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહ બાલાસાહેબ ચૌધરીએ પણ સંઘના શરૂઆતના કઠણાઈ ભરેલા દિવસોને યાદ કરી આજે 99 વર્ષે દેશ નિર્માણમાં સંઘની ભાગીદારી તથા દુનિયાનું સૌથી મોટું સંગઠન જણાવ્યું હતું. તેમણે ખ્રિસ્તીઓ દ્વારા થઇ રહેલા ધર્માંતર,  તથા મુસ્લિમો દ્વારા થઇ રહેલા લવ જેહાદ, બાહ્ય લોકોને પ્રોત્સાહન આપી વસવાટ કરાવવો, વસ્તી વધારી અને વામપંથીઓ દ્વારા જૂઠી વાતો દ્વારા લોકોને ગુમરાહ કરવાની કામગીરીની આલોચના કરી હતી. અને સંઘના વિસ્તાર બાદ થઇ રહેલા વિરોધને પણ વખોડ્યો હતો. તેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થયા બાદ પણ સદ્ભાવ, કુટુંબ પ્રબોધન સ્વદેશી, પર્યાવરણ, સમરસતા તથા નાગરિક સહિત સહીત વિષયો પર કામ કરી સમાજ પરિવર્તન ની કામગીરી કરતું રહશે એમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે નવસારી વિભાગના આરએસએસ કાર્યવાહ દેવેન્દ્ર ગવકર એ કાર્યક્ર્મ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘણા લોકોમાં ચર્ચા હતી કે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શક્તિ પ્રદર્શન કરશે પરંતુ સંઘ કોઈ દિવસ શક્તિ પ્રદર્શન કરતું નથી આ કાર્યક્રમમાં 1100 જેટલાં સ્વયંમ સેવકો તાપીના અંતરિયાળ વિસ્તારોમાંથી જોડાયા જે સંઘની શક્તિનું દર્શન હતું. સંઘ વિષે લોકોમાં એક ખોટી ભ્રમણા છે કે સંઘ એ કોઈ દિવસ મુસ્લિમ વિરોધી મે ખ્રિસ્તી વિરોધી હોઈ છે પરંતુ સંઘ કોઈ દિવસ મુસ્લિમ કે ખ્રિસ્તીનો વિરોધ કર્યો નથી સંઘએ એ કેવલ હિંદુહિત કામ કરે છે.

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

Latest stories