HomeElection 24Vikas Vaatika: સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી પુસ્તિકાનું વિમોચન - INDIA...

Vikas Vaatika: સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી પુસ્તિકાનું વિમોચન – INDIA NEWS GUJARAT

Date:

Vikas Vaatika: નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઈ તથા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું કલેક્ટર કચેરી ખાતે વિમોચન કરાયું હતું.

Vikas Vaatika: વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો

સુરતની વિકાસ ગાથા રજૂ કરતું પુસ્તક “વિકાસ વાટિકા” જેમાં સુરતમાં 2023-24ના વર્ષ દરમ્યાન થયેલા વિકાસ કામોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જેનું વિમોચન નાણા, ઉર્જા,પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઈ તથા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કલેક્ટર કચેરી ખાતે વિમોચન કરાયું હતું. આ પુસ્તિકામાં સુરત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, સરકારની યોજનાકીય સિદ્ધિઓ, સુરતની તસ્વીરી ઝલક, વૈવિધ્યસભર વિકાસોની સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સુરત શહેર અને જિલ્લાને વિકાસના કામોની સોગાદ આપી છે જેની વિસ્તાર પુર્વક માહિતી આપવામાં આવી છે, તેમજ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલ વિશેની રસપ્રદ વિગતો આવરી લેવામાં આવી છે.

આ વિકાસ વાટિકામાં સુરત મહાનગરપાલિકાના યુસીડી, પંચાયત સિંચાઇ વિભાગ, પ્રાકતિક ખેતી, ફુડ એન્ડ ડ્રગ્સ જેવા વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની રજુ કરવામાં આવી છે. વધુમાં આ પુસ્તિકામાં સુરત જિલ્લાના પશુપાલકો સુદ્રઢ પશુપાલન કરીને ઉતમ આવક, સમૃદ્રિ મેળવી રહ્યા છે તેની વિકાસગાથાઓ, સુરતના પ્રવાસનસ્થળો, રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ફલેગશીપ પ્રોજેકટોની વિગતો પણ આવરી લેવામાં આવી છે.

તમે આ પણ વાંચી શકો છો:

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું/INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી

SHARE

Related stories

Latest stories