HomeElection 24Unique Way Of Campaign : લગ્ન પ્રસંગોમાં પણ લાગ્યો ચુંટણીનો રંગ, લગ્નની...

Unique Way Of Campaign : લગ્ન પ્રસંગોમાં પણ લાગ્યો ચુંટણીનો રંગ, લગ્નની જાનમાં ઉમેદવારનું ગીત પર જાનૈયાનો ડાન્સ – India News Gujarat

Date:

Unique Way Of Campaign : વાંસદામાં લગ્ન પ્રસંગમાં ‘એક જ ચાલે, ધવલ પટેલ ચાલે…’ગીત પર જાનૈયાઓ ઝૂમ્યા, વીડિયો વાઈરલ.

લોકો રીતસર ઝૂમી ઉઠ્યા

લોકસભાના ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ મતદારોનો ઉત્સાહ આસમાને જોવા મળી રહ્યો છે. પોતાના માનીતા ઉમેદવારના પ્રચારમાં કોઈ કસર રાજકીય પાર્ટી છોડતી નથી પણ નવાઈ પમાડે તેમ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં વાગતા ડી.જે માં વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવારના નામનું ગીત વાગતા લોકો રીતસર ઝૂમી ઉઠ્યા હતા. ડીજેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Unique Way Of Campaign : ઉમેદવારનો પ્રચાર રાજકીય પાર્ટીઓ કરતી જ હોય છે

આદિવાસી પંથકમાં લગ્ન પ્રસંગમાં વાગતું ડીજે નું મહત્વ વર્ષોથી અકબંધ રહેવા પામ્યું છે આદિવાસી યુવાનો ડીજે પર મન મૂકીને નાચે છે. આધુનિક સમયની આ પ્રથા લગ્નને યાદગાર સાથે જ વિશેષ બનાવે છે. નવસારી જિલ્લાના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડી.જેમા એકુ જ ચાલે ધવલ પટેલ ચાલે નામનું ગીત વાગતું સંભળાઈ રહ્યું છે આ ગીત ઉપર જાનૈયાઓ મન મૂકી ઝૂમી રહ્યા હોય તેવું વીડિયોમાં જોઈ શકાય છે. પોતાના ઉમેદવારનો પ્રચાર રાજકીય પાર્ટીઓ કરતી જ હોય છે પરંતુ મતદારો અને સામાન્ય લોકો પણ પોતાના મનગમતા ઉમેદવારનો પ્રચાર હવે લગ્નપ્રસંગમાં પણ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ચોક્કસ કયા પક્ષ પ્રત્યે ઝૂકાવ ધરાવે છે તે અકળ રહ્યું છે. જેથી વલસાડ આદિવાસી બેઠક પણ આ વખતની ચૂંટણી જંગ રસપ્રદ રહેશે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories