HomeElection 24Umargam Municipality Became Congress Free : ઉમરગામ પાલિકાના કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ કે...

Umargam Municipality Became Congress Free : ઉમરગામ પાલિકાના કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ કે કેસરિયો કર્યો, ભાજપમાં વિધિવત જોડાતા પાલિકા કોંગ્રેસ મુક્ત બની – India News Gujarat

Date:

Umargam Municipality Became Congress Free : આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ખુલ્લું મેદાન કોંગ્રેસના તમામ નગરસેવકો ભાજપમાં જોડાયા.

ઉમરગામ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની

વાત કરીએ ભાજપના ભર્તી મેળાની,, ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષમાં બચેલા અંતિમ કાર્યકર્તા ગણાતા સક્રિય કોર્પોરેટરો પણ કોંગ્રેસને રામરામ કરીને કેસરીયો ખેસ ધારણ કરી લેતા હવે ઉમરગામ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે.

ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ

ભાજપના ભર્તી મેળામાં જોડાઈ હવે ઉમરગામ નગરપાલિકાના 5 જેટલા નગરસેવકો અને કાર્યકતાઓએ કેસરીયો ખેસ ધારણ કરી લેતા નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે.. આ ભર્તી મેળામાં દિલસેર ચૌહાણ, સુરેશ યાદવ, પ્રભાસિંગ, સુભદ્રા મોરિયા, નયના દુબળા તમામ કોર્પોરેટરો ભાજપના એક લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઉમરગામ શહેરમાં કોંગ્રેસ પક્ષની નબળી કામગીરી અને નારાજગી રહેતા તમામે તમામ પાંચ કોર્પોરેટરો ભાજપના વિકાસથી અંજાઈને પોતાના વિસ્તારોમાં વણથમ્યો વિકાસ થાય એવી આશાએ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં એકમાત્રની સંખ્યામાં રહેલા સુરેશ યાદવ અને દિલશેર ચૌહાણ, છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી. તે સાથે અન્ય ત્રણ મહિલા કોર્પોરેટરો ત્રણ ચાર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા.

Umargam Municipality Became Congress Free : તમામ પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોને વિધિવત ભગવો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડવામાં આવ્યા

કોંગ્રેસ સાથેનો છેડો ફાડી, કાયમી નાતો તોડી શનિવારના રોજ ઉમરગામ નગરપાલિકાના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમના પ્રસંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ સંગઠન પ્રમુખો, ઉમરગામ તાલુકા ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષ રાઈ સહિત અન્ય કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે તમામે તમામ પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોને વિધિવત ભગવો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડવામાં આવતા કોંગ્રેસના પગ તળેથી જમીન હલવા સમાન ઘટના બનવા પામતા ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બન્યું હોવાનું સાબિત થયું છે.

તમે આ પણ વાંચી સકો છો :

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

MahaShivratri: મહારાષ્ટ્રના ઝાઈ માં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories