Transfer Of 3 Personnel : ત્રણે અધિકારી કર્મચારીની અન્ય જિલ્લામાં બદલી કરાય અધિકારી દ્વારા ભાજપના ઉમેદવારને જીતાડવા કરાય હતી અપીલ.
DGVCL કર્મચારી વિરુદ્ધ કલેકટર અને ચુંટણી અધિકારીને ફરિયાદ કરી
કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા DGVCL કર્મચારી વિરુદ્ધ કલેકટર અને ચુંટણી અધિકારીને ફરિયા કરી હતી. જેમાં અધિકારીઓ ભાજપના રાજકીય કાર્યક્રમમાં ભાગ લેતા હોય આચારસહિંતા ભંગ અંગે ફરિયાદ કરી હતી જેના ભાગ રૂપે ચુંટણી પાંચ દ્વારા ત્રણ જેટલા અધિકારીની તાત્કાલિક જિલ્લા બહાર બદલી ના ઓડર કર્યા છે..
સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા
લોકસભા ચુંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ પડી ગયા બાદ ભાજપના કાર્યક્રમમાં ગયેલા ડીજીવીસીએલના વેસુ સર્કલના વહીવટી અધિકારી સહિત ચાર કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. લોકસભાની ચુંટણી જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ પડી ગઇ હતી. ભાજપે સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મુકેશ દલાલે પોતાનું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું ત્યારે વેસુ સિટી સર્કલના વહીવટી અધિકારી નીરવ દેસાઇ સહિતના કેટલાક કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં નીરવ દેસાઇએ સ્ટેજ પર બેસીને ભાજપને જીતાડવા માટે જણાવ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે ચૂંટણી પંચ અને ડીજીવીસીએલના એમડીને ફરિયાદ કરી હતી.
Transfer Of 3 Personnel : ડીજીવીસીએલ વર્તુળમાં ચર્ચાનો વિષય જામ્યો
બારોટની ફરિયાદને ધ્યાને લઇને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ તાત્કાલિક અસરથી નીરવ દેસાઇની બદલી ભરૂચ ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નવિન દેવાભાઇ પટેલની બારડોલીથી મહુવાના બામણીયા ખાતે, બારડોલી ટાઉન સબડિવિઝનના પટાવાળા નવીન પટેલની બદલી અરેઠ સબ ડિવિઝનમાં અને બારડોલી ડિવિઝનના શરદ નાવીની બદલી વ્યારા ડિવિઝનમાં કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ડીજીવીસીએલ વર્તુળમાં ચર્ચાનો વિષય જામ્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
Code of Conduct: સુરતમાં આચારસંહિતાનો અમલ, નાગરિકો 1950 પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી
તમે આ પણ વાંચી સકો છો :
Ice Dish: સુરતમાં આઇસ ડિશ ખાતા પહેલા ચેતવા જેવું, પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં ત્રણ નમૂના ફેલ