Swabhiman Yojana: આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમ આદમી પાર્ટીની ચૈતર વસાવા દ્વારા નીકળેલ સ્વાભિમાન યાત્રાનું આમોદ શહેર સહીત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું, આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના પણ કાર્યકરો ઉમટી પડ્યા હતા.
Swabhiman Yojana: ઉમેદવાર ચૈતર વસાવાનો લોકસંપર્ક કરવાનો પ્રયાસ
લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રા આજરોજ આમોદ શહેર આવી પહોચતાં કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય ભૂખ અને ભ્રષ્ટચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એમ ભરૂચ લોકસભા બેઠકના આપ ના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
વધુમાં ચૈતર વસાવાએ જણાવેલકે ભા.જ.પ.ના ઉમેદવાર મનસુખ ભાઈ વસાવા હવે વડીલ થઈ ગયા છે માટે એમને રીટાયર કરવા જોઈએ. જયારે ભા.જ.પ. દ્વારા મને અને મારા પરિવારને જેલમા મોકલી આપેલ અને મને ધાક-ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાવ. પરંતુ મે કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય એ અપનાવી લો “લેકિન મે જુકુંગા નહિ.”. એમ પુસ્પા ફિલ્મના ડાયલોગનો શબ્દ વાપરેલ હતો.
કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચ ખાતે યોજાઈ છે. આગામી દિવસોમાં જિલ્લા ના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમા આવશે. અને રાહુલ ગાંધીની યાત્રાની પણ તૈયારીમાં છે. તેઓ આગામી દિવસોમા અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે એમ જણાવ્યું હતું. આમોદ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં જન સમર્થનમાં લોકો જોડાયા હતાં.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT