પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મ ચકાસણી દરમિયાન પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન…
ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા..જે એમની માનસિકતા બતાવે છે..
ત્રણ-ત્રણ વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે જેમને જનાદેશ ગુમાવી દીધો છે..
મારા સોગંધનામાની અંદર મિકલતના ભાવમાં વાંધા કાઢયા..
જેમાં મારી 2007 થી 2024ની મિલ્કતનું એફિડેવિટ સરખું જ છે.એમની જંત્રીઓ સરકાર લોકોનું શોષણ કરવા ખોટી રીતે વધારે તો એમો સુધારો કરવો પડે.
વેલ્યુશન વધારવું એ કામ સરકારનું છે એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે..તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે..
જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય તો અમે કઈ કરી ન શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ..
ભાજપના લોકોએ SC અને ST સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત તૂટે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા છે..
જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે તેમને કોઈ સમાજના ટેકાથી નથી ભર્યા વ્યક્તિગત ભર્યા છે.
એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી..
અંતે તો 20 લાખ મતદાતાઓ ઉપર છોડો ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાવીને લાલચો આપવી પડે ,તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડે એમને ઘરે ન આવવા દેવા પડે ડરાવવા પડે,
આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ તેમની માનસિકતા સુધરે..
એમને હારની નિશાની દેખાઈ રહી છે જોકે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ સાથે રહેવાની છે.