HomeElection 24Sensing Candidates Procedure : લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા, ભાજપે શરૂ...

Sensing Candidates Procedure : લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા, ભાજપે શરૂ કરી સેન્સ લેવાની પ્રક્રિયા – India News Gujarat

Date:

Sensing Candidates Procedure : 3 સભ્યોની ટીમ સાંભળી રહી છે કાર્યકરોને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી

આગામી લોકસભાની ચૂંટણી ને લઈ ભાજપ દ્વારા કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ભાજપ પ્રદેશ નિરીક્ષકોની ત્રણ સભ્યોની ટિમ હાલ સુરત આવી પોહચી છે. અને કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સંગઠનના આગેવાનોના દિવસભર અભિપ્રાય લેવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગમી લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સંભવિત ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોના દિવસભર અભિપ્રાય લેવામાં આવશે. જે બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈ શહેર ભાજપમાં ચહલ-પહલ શરૂ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીને લઈ અપેક્ષિત કાર્યકરોને સાંભળવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટિમ હાલ સુરત આવી પોહચી છે.

સેન્સ લેવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી શકે

જે ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટિમ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ તરફથી મીનાક્ષીબેન પટેલ, જયસિંહ ચૌહાણ અને દિલીપ ઠાકોર દ્વારા અપેક્ષિત કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે સેન્સ લેવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી શકે છે.

Sensing Candidates Procedure : ર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કોને ટીકીટ આપવી કે કોને ન આપવી

વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહ્યા છે. જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકોની ટિમ દ્વારા તમામ અપેક્ષિત કાર્યકરોના રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે રિપોર્ટના આધારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કોને ટીકીટ આપવી કે કોને ન આપવી. જો કે આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના જુના જોગીઓ પણ જોડાયા છે. જેમાં અગાઉ કોર્પોરેટર થી લઈ પૂર્વ ધારાસભ્યો પણ રહી ચૂક્યા છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાલનારી આ સેન્સ પ્રક્રિયા દરમ્યાન અંદાજીત 120 જેટલા લોકોના સેન્સ લેવામાં આવી શકે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories