Round Of Resignations : બિપીનભાઈ ચૌધરીએ રાજીનામું આપ્યું રાજીનામાને લઈને અનેક પ્રકારની દલીલો સામે આવી.
એક પછી એક ધારાસભ્યો સહિતના હોદ્દેદારો રાજીનામાં આપી રહ્યા છે
લોકસભાની ચૂંટણી ટાણે જાણે રાજીનામાનો દૌર શરૂ થઈ ગયો હોય તેમ એક પછી એક ધારાસભ્યો સહિતના હોદ્દેદારો રાજીનામાં આપી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદાર અને મૂળ તાપી જિલ્લાના અને આમ આદમી પાર્ટી માંથી વ્યારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલ બીપીનભાઈ ચૌધરીએ રાજીનામુ આપતા અનેક તર્ક વિતરકોએ જોર પકડ્યું છે.
Round Of Resignations : રાજીનામાંને લઈ પંથકમાં અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા
તાપી જિલ્લાના બિપિન ચૌધરી જેઓ ભારતીય જનતા પાર્ટીમાં તાપી જિલ્લા બીજેપી પ્રમુખનું પદ પણ સાંભળી ચુક્યા હતા, જેમને બીજેપીમાંથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ વ્યારા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, ત્યાં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો, તેમને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઇન્ટ સેક્રેટરી તરીકેના હોદ્દેદારની જવાબદારી નિભાવી રહ્યા હતા જેમણે હવે આપ પક્ષમાથી તમામ જવાબદારીઓ માંથી રાજીનામુ આપી દીધું છે. અચાનક આપેલ રાજીનામાંને લઈ પંથકમાં અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે, આ અંગે બીપીનભાઈએ પ્રદેશ કક્ષાની ઢીલી નીતિ, આપ પાર્ટીનું આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધન સાથે અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું કારણ જણાવ્યું હતું. આપ ના નેતા અને હાલમાં રાજીનામું દેનારા બીપીનભાઈ હવે કયા પક્ષ સાથે જોડાશે તે અંગે ખુલીને કઈ પણ કહ્યું નથી પરંતુ રાજીનામાએ અનેક તર્ક વિતરકોએ જોર પકડ્યું છે.. અને ફરી પાછા કેસરીયો કરે એવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :