HomeElection 24Randomisation: પાંચ વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ઝોનલ રૂટ નક્કી કરી દેવાયા - INDIA...

Randomisation: પાંચ વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ઝોનલ રૂટ નક્કી કરી દેવાયા – INDIA NEWS GUJARAT

Date:

Randomisation: ગુજરાતમાં તા.૭મી મે ના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીની તૈયારીનો ધમધમાટ ચાલુ છે. ત્યારે જામનગર ખાતે તંત્રએ ૫૫ હજારથી વધુ નાગરિકોને તેના નવા ચુંટણી કાર્ડ મોકલી આપ્યા છે. ત્યારે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવેલા રાજ્યના ચુંટણી પંચના સ્ટ્રોન્ગ રૂમમાંથી પાંચેય વિધાનસભા બેઠક વિસ્તારના બુથો માટે ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટના સેટનું રેન્ડમાઈઝેશન કરીને જે તે ડિસ્પેચ સેન્ટર પર મોકલવામાં આપવામાં આવ્યા હતા.

Randomisation: જિલ્લામાં કુલ 5569થી વધુ કર્મચારીઓ ચુંટણી ફરજમાં જોડાશે

લોકસભા ચુંટણી સંદર્ભે જામનગર અને દ્વારકા એમ બંને જિલ્લાને આવરી લેતી ૧૨-વિધાનસભા માં લોકસભા બેઠકની ચુંટણી અગાઉ વહિવટી તંત્ર દ્વારા મુખ્ય ચુંટણી અધિકારી કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સ્ટ્રોન્ગરૂમ માંથી જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં આવતા ૧૨૪૫ બુથો ઉપર ઈવીએમ મશીનોના ૨૦ ટકા એક્સ્ટ્રા જથ્થા સાથેના સેટ પહોંચાડવામાં આવશે. જે માટે અધિકારીઓ દ્વારા રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં ચુંટણી પંચ દ્વારા અપાયેલા ડ્રો અને સુચનાને અનુસરીને જુદા જુદા ખુણે પડેલા મશીનોને જુદી-જુદી વિધાનસભા બેઠકો માટે અલગ તારવવામાં આવશે. જે બાદ નક્કી થયેલા ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટના સેટ જે તે વિધાનસભા ક્ષેત્રના રીટર્નિંગ ઓફીસર ને તેઓના સ્ટ્રોન્ગ રૂમ ખાતે મુકવા માટે અપાશે.

આમ ચુંટણી અગાઉ મહત્વનું એક રેન્ડમાઈઝેશન પુરું થવા સાથે સાદી ભાષામાં કહીએ તો મતપેટીઓ જે તે વિધાનસભામાં પહોંચી જશે. જ્યાંના ડીસ્પેચ અને રિસીવીંગ સેન્ટર ખાતેથી ચુંટણી પંચની દેખરેખ હેઠળ કેમેરાની સાક્ષીએ ફરી રેન્ડમાઈઝેશન સાથે આ સામગ્રીનું આખરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકસભા ચુંટણીમાં તંત્ર દ્વારા જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે ૧૪૮ ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૫૫૬૯થી વધુ કર્મચારીઓ ચુંટણી ફરજમાં જોડાશે. એમ મુખ્ય ચુંટણી અધિકારી એ જણાવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

Latest stories