HomeElection 24Purushottam Rupala Seeks Ma Umiya's Blessings : પુરસોત્તમ રૂપાલાએ લીધા માં ઉમિયાના...

Purushottam Rupala Seeks Ma Umiya’s Blessings : પુરસોત્તમ રૂપાલાએ લીધા માં ઉમિયાના આશીર્વાદ, રૂપાલા સુરત પહોંચીને ઉમિયા માતાના દર્શન કર્યા – India News Gujarat

Date:

Purushottam Rupala Seeks Ma Umiya’s Blessings : પાટીદાર નેતા અને આગેવાનો દ્વારા રૂપાલાનું કરાયું સવાગત લોકસભા ચુંટણીમાં 100% મતદાન કરવા અપીલ કરી.

પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

સુરત આવેલા પુરુષોત્તમ રૂપાલાના સ્વાગતમાં વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વાગત સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધી છે. લોકશાહીના પર્વમાં સહભાગી બનવા દેશભરના લોકો થનગણી રહ્યા છે.

પહેલાં ચૂંટણી આ સમય હું અહીં ભાષણ કરવા આવતો હતો

લોકસભા ચુંટણી ની તારીખો જેમજેમ નજીક આવતી જાય છે તેમતેમ ચુંટણી નો રંગ જામતો જાય છે.. સુરત ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા,, અહિયાં વિશાળ સાંખ્યમા ઉપસ્થિત પાટીદાર મતદારોને સંબોધન કરતાં રૂપાલા એ કહ્યું કે.. પહેલાં ચૂંટણી આ સમય હું અહીં ભાષણ કરવા આવતો હતો, ત્યારે લાગતું હતું કે મીની સૌરાષ્ટ્રમાં ભાષણ કરવા આવ્યો છું. પરંતુ આજે લાગી રહ્યું છે કે હું મીની ભારતમાં આવી ભાષણ કરી રહ્યો છું. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને મત આપી વિજયી બનાવવા માટેની અપીલ પણ કરી હતી.

Purushottam Rupala Seeks Ma Umiya’s Blessings : અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

સુરત આવેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાના સ્વાગતમાં સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછા સ્થિત સભા હોલ ખાતે સ્વાગત સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના અલગ અલગ ગામડાના અગ્રણીઓ દ્વારા રૂપાલાનું પુષ્પગુછ અને શોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સુરતના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જે તમામ શ્રેષ્ઠીઓ દ્વારા રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્વાગત સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધન કર્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories