HomeElection 24Purushottam Rupala Matter Update : રૂપાલા વિરોધ મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન, ઉમેદવારી...

Purushottam Rupala Matter Update : રૂપાલા વિરોધ મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન, ઉમેદવારી રદ કરો એ જ એકમાત્ર વિકલ્પ – India News Gujarat

Date:

Purushottam Rupala Matter Update : રૂપાળાની ઉમેદવારી રદ્દ કરી લોકસભા ચુંટણીથી દૂર કરવા માંગ. રૂપાલાની માફી બાદ પ્રદેશ અધ્યક્ષની આપીલની કોઈ અસર નહીં.

ક્ષત્રિય સમાજના મહિલા-પુરુષો દેખાયા હતા

સુરતમાં રાજપૂત સમાજે રાજકોટ લોકસભા ઉમેદવાર પરથી પુરુષોત્તમ રૂપાલાને હટાવવા માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. બોયકોટ રૂપાલાનાં બેનર સાથે ક્ષત્રિય સમાજના મહિલા-પુરુષો દેખાયા હતા. આ ઉપરાંત રાજપૂત સમાજે ‘મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખૈર નહીં’ અને ‘રાજપૂત એકતા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

લાખોની સંખ્યામાં રાજપૂતો કે રાજપૂતાણીઓ બહાર નીકળ્યાં

માફી માંગ્યા બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અપીલ પણ ક્ષત્રિય સમાજને સ્વીકાર્ય નથી અને હજી સમાજમાં રોષ શાંત થવા નુ નામ નથી લઈ રહ્યો.. સુરત ખાતે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો મહિલાઓ અને પુરુષો દ્વારા કલેકટર કચેરી ખાતે મોરચો લઈ આવી વિરોધ દર્શાવામાં આવ્યો હતો.. ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી ધારણીબા જાડેજાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર હોઈ, લાખોની સંખ્યામાં રાજપૂતો કે રાજપૂતાણીઓ બહાર નીકળ્યાં છે. ખાલી એક જ કારણ છે કે અમારી સ્વાભિમાન-ગરિમાને જે ઠેસ પહોંચી છે, એ અમારા કાળજા પર ઘા થયો છે. એના માટે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે રૂપાલાની એકની ટિકિટ રદ થાય, બાકી અમારી કોઈ માગ નથી.

Purushottam Rupala Matter Update : સુરત કલેક્ટેર કચેરીએ આવેદનપત્ર આપ્યું

રૂપાલાએ માફી એ અંગે સવાલ કરતાં ધારણીબાએ જણાવ્યું હતું કે આજે હું છું… કોઈને કોઈ પણ અપશબ્દો બોલી દવ કે કોઈ હું કોઈ એવું રિએક્શન આપું અને માફી માગી લઉં તો મને સરકાર માફ કરશે ? રાજપૂત સમાજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારી માગણી છે કે ચૂંટણીપંચ દ્વારા નિર્દેશત ધારાધોરણો અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ ન્યાયિક અને મુક્ત ચૂંટણી યોજવા માટે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાને લોકસભા ઉમેદવાર તરીકે તાત્કાલિક ગેરલાયક ઠેરવી, ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે એવો સુરત કલેક્ટેર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી એનો હવે વિરોધ વધુ ઉપગ્રહ થઈ રહ્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા


SHARE

Related stories

Latest stories