HomeElection 24Priyanka Gandhi In Dharampur : પ્રિયંકા ગાંધીનું વિવાદિત નિવેદન, ધરમપુરના દરબાર ગઢ...

Priyanka Gandhi In Dharampur : પ્રિયંકા ગાંધીનું વિવાદિત નિવેદન, ધરમપુરના દરબાર ગઢ ખાતે સભાને સંબોધી હતી – India News Gujarat

Date:

Priyanka Gandhi In Dharampur : મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ દ્વારા મતદારોને ભડકાવવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા મતદારોને ભડકાવવામાં આવી રહ્યા છે

ભાજપ દ્વારા દેશનું બંધારણ બદલવાના પ્રિયંકા ગાંધીના નિવેદનને વખોડી કાઢી નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસ દ્વારા મતદારોને ભડકાવવામાં આવી રહ્યા છે.

Priyanka Gandhi In Dharampur : “અબકી બાર ૪૦૦ પારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે

દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા ૨૦૨૪ ચૂંટણી માટે “અબકી બાર ૪૦૦ પારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે, ગતરોજ ગુજરાત સરકારના નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવેલા આક્ષેપો તેમજ સંવિધાન અંગે આપેલા તેમના નિવેદનને રદિયો આપી તેમના આક્ષેપોને વખોડી કાઢ્યા હતા, આ તબક્કે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ માનનીય હેમંતભાઈ કંસારા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ધરમપુરના દરબાર ગઢ ખાતે જંગી જન સભાને સંબોધી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ દ્વારા આગામી દિવસોમાં સંવિધાન બદલવાની તૈયારી કરી રહ્યા હોવાનું વિવાદિત નિવેદન આપ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

MS Dhoni made a record: MS ધોનીએ બનાવ્યો રેકોર્ડ, IPLના ઈતિહાસના પુસ્તકમાં પોતાનું નામ નોંધાવ્યું

તમે આ પણ વાંચી સકો છો :

Now Vande Metro train will run, it will start first in these cities, know all the details: હવે દોડશે વંદે મેટ્રો ટ્રેન, પહેલા આ શહેરોમાં શરૂ થશે, જાણો તમામ વિગતો

SHARE

Related stories

Latest stories