HomeElection 24Priyanka Gandhi: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દમણથી ચુંટણી લડશે ? - INDIA...

Priyanka Gandhi: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દમણથી ચુંટણી લડશે ? – INDIA NEWS GUJARAT

Date:

Priyanka Gandhi: લોકસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર છે. કે ગુજરાતના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. આ દાવો ખુદ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ નું નામ જાહેર કર્યું છે.

પ્રિયંકા ગાંધી વિષે પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો દાવો

લોકસભા ચુંટણી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પર થી ચુંટણી લડી શકે છે. આ બેઠક પર રાજકીય પાર્ટીઓમાં સૌપ્રથમ ભાજપએ ઉમેદવારનું નામ જાહેર કરતા જ રાજકારણ ગરમાયું છે. એવા સમયે હવે કોંગ્રેસ પણ આ બેઠક પરથી કોંગ્રેસના સૌથી મોટા ચહેરા એવા પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે મીડિયાની સાથેની વાતમાં પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે તે વાતમાં તથ્ય ગણાવ્યું છે. અને આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના વર્તુળમાં પણ તેની ચર્ચાઓ અને આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારવાનું ગણિત લગાવાઇ ચૂક્યું છે. અને તમામ સમીકરણોને ધ્યાને રાખીને જ પ્રિયંકા ગાંધીને આ નાનકડા સંઘ પ્રદેશમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારી શકે છે.

Priyanka Gandhi: ચુંટણી લડવાની વાતે દક્ષિણ ગુજરાતમાં અસર થશે

મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો. અને તેઓએ આ બેઠક પરથી જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને તો ન માત્ર દમણ દીવ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે. સાથે જ દીવને કારણે પણ સમગ્ર સૌરાષ્ટ્રની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે. પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતારવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વિશે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે શું કહ્યું આવો સાંભળો.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આટલેથી ન અટકતા કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવી વડાપ્રધાન તરીકે પણ ગણાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દેશ આખામાં અત્યારે ગાંધી પરિવારના સભ્યો ક્યાંથી ચૂંટણી લડી શકે છે? તે અંગેની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. એવા સમયે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ કરેલા આ દાવાને કારણે હવે આ નાનકડા પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

તમે આ પણ વાંચી શકો છો:

Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે લહેંગા સાથે સ્નીકર્સ ફ્લોન્ટ કર્યા, હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories