Press Conference By Bharat Boghra : ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા બીજ વાવ્યા’ ગુજરાતના 18 વર્ણ છેલ્લા 28 વર્ષથી ભાજપને સતામાં લાવે.
હોદ્દેદારો પોતાની પ્રતિક્રિયા આપી
રાહુલ ગાંધીના રાજા રજવાડા નિવેદનને લઈને ભાજપના ઘણા નેતાઓ અને હોદ્દેદારો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પિત્રોડા કહ્યું કે વારસાગત જમીન ઉપર 55 ટકા સરકારનો અધિકાર હોવો જોઈએ
મીડિયા સાથે વાત કરતાં ભરત બોઘરાએ કહ્યું કે રાહુલ ગાંધીએ જાણી જોઈને નિવેદન આપ્યું છે. જ્યારે પરસોતમ રૂપાલા ભૂલથી નિવેદન આપ્યું છે. કોંગ્રેસના સામ પિત્રોડા કહ્યું કે વારસાગત જમીન ઉપર 55 ટકા સરકારનો અધિકાર હોવો જોઈએ, ત્યારે તેમના પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, આવા નિવેદનો કોંગ્રેસ નેતાઓ દ્વારા અપાઈલ છે. તે સાથે વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું છતાં ગરીબી હટી નથી પરંતુ ગરીબી ની સંખ્યા વધી છે. વધુમાં કહેતા એમને રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીના નિવેદન ઉપર પર પણ પ્રહારો કર્યા હતા.
Press Conference By Bharat Boghra : પટેલો હરખપદુડા નહિ બુધ્ધિશાળી કોમ છે
ભાજપ ના સમર્થન માં કીધું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા ભાજપના બીજ વાવ્યા છે. 18 વરણ દ્વારા ભાજપના બીજ વાવ્યા હતા. પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું, 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા છે. અમારી બહેનો દીકરીઓને માર મારવામાં આવ્યો હતો, પટેલો હરખપદુડા નહિ બુધ્ધિશાળી કોમ છે. કોંગ્રેસને પણ પટેલોએ જ સતા આપી હતી. પરંતુ ગુંડાગીરી અને દાદાગીરીથી કંટાળીને પટેલો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના 18 વર્ણ છેલ્લા 28 વર્ષથી ભાજપને સતામાં લાવે છે એવું એમને જનવ્યું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
MS Dhoni made a record: MS ધોનીએ બનાવ્યો રેકોર્ડ, IPLના ઈતિહાસના પુસ્તકમાં પોતાનું નામ નોંધાવ્યું
તમે આ પણ વાંચી સકો છો :