Political Parties Google Ads : 2018થી 2024 દરમિયાન ભાજપનો હિસ્સો 26 ટકા 45 કરોડ સાથે કોંગ્રેસ બીજા ક્રમે.
કુલ રકમ રુ. 390 કરોડ થાય
ભાજપ ગૂગલ અને તેના વીડીયો પ્લેટફોર્મ યુ ટયુબ પર 100 કરોડ રુપિયાથી વધુની જાહેરાત આપનારો દેશનો સૌપ્રથમ રાજકીય પક્ષ બન્યો છે. ભાજપે ડિજિટલ પ્રચાર પાછળ ખર્ચેલી 101 કરોડ રુપિયાની રકમ કોંગ્રેસ, ડીએમકે અને પોલિટિકલ એડવાઇઝરી ફર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઇ-પેકે) 2018 પછી ખર્ચેલી રકમ સમકક્ષ છે. ગૂગલે તેનો ગૂગલ એડ ટ્રાન્સપરન્સી રિપોર્ટ મે 2018થી પ્રકાશિત કરવાનો શરુ કર્યો છે. ગૂગલ પર 31 મે 2018થી 25 એપ્રિલ 2024 દરમિયાન આવેલી જાહેરાતમાં ભાજપનો હિસ્સો 26 ટકા છે અને કુલ રકમ રુ. 390 કરોડ થાય છે. સર્ચિંગ જાયન્ટ પર આવતી આ એડ પોલિટિકલ કેટેગરીમાં આવે છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ગૂગલની રાજકીય જાહેરાતની વ્યાખ્યા વિસ્તૃત છે.
Political Parties Google Ads : ભાજપે સૌથી વધુ એડ કર્ણાટકના રહેવાસીઓને ધ્યાનમાં રાખીને આપી
તેમા ન્યુઝ ઓર્ગેનાઇઝેશન્સ, સરકારી પ્રસિદ્ધિ વિભાગો અને રાજકારણીઓને દર્શાવતી કોમર્શિયલ એડની જાહેરાતો પણ રાજકીય એડમાં ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગૂગલ પર કુલ 217992 કન્ટેન્ટ આવ્યા અને તેમા 73 ટકા એટલે કે 161000 થી વધારે કન્ટેન્ટ ભાજપના હતા. ભાજપે સૌથી વધુ એડ કર્ણાટકના રહેવાસીઓને ધ્યાનમાં રાખીને આપી હતી અને તે 10.8 કરોડ રુપિયા હતા. ઉત્તરપ્રદેશ માટે 10.3 કરોડ રુપિયા અને રાજસ્થાન માટે 8.5 કરોડ રુપિયા તથા દિલ્હી માટે 7.6 કરોડ રુપિયાની જાહેરાત આપી હતી. જો કે ગૂગલ પર પોલિટિકલ એડની વાત આવે તો બધાના આશ્ચર્ય વચ્ચે રાજ્ય તરીકે તમિલનાડુ ટોચ પર રહ્યું છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Amit Shah: અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જામકંડોરણામાં સભા સંબોધી