Nyay Yatra: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓએ દેશી ઢોલ વગાડી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.
Nyay Yatra: ન્યાય યાત્રાનો છોટાઉદેપુરમાં પ્રવેશ કર્યો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી અલીપુરા ચોકડી ખાતે પ્રવેશ કર્યો હતો જ્યાં મોટી સઁખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી રાહુલ ગાંધીને આવકાર્યા હતા. આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીની યાત્રાથી પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડીથી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. બોડેલી ખાતે કોંગ્રેસ કાર્યકરો અને લોકો સાથે રાહુલ ગાંધીએ હાથ પણ મિલાવ્યા હતા.
રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળા યાત્રા માર્ગ પર ઉમટ્યા હતા, આ યાત્રા બોડેલીથી નસવાડી અને દેવલિયા તરફ ગઈ હતી, બપોર બાદ નર્મદા જિલ્લામાં યાત્રા પ્રવેશ કર્યો હતો, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી જિલ્લામાં ફરનાર છે ત્યારે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને પુનઃ મેળવવા હાલ કોંગ્રેસ દ્વારા મહત્તમ પ્રયાસો કારવમાં આવી રહ્યા છે. જેનો પૂર્ણ લાભ મળશે એવું કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું માનવું છે.
રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતનાં સાથ જિલ્લામાં કુલ 400 કિલોમીટરનો પ્રવાસ કરીને આવનારા 10 તારીખે નવાપુર ખાતે થી મહારાષ્ટ્રમાં પરવશ કરશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી