HomeElection 24Mansarovar: 7.81 કરોડના ખર્ચે રીનોવેશન અને સફાઈ માટે કરાયું ખાતમુહૂર્ત - INDIA...

Mansarovar: 7.81 કરોડના ખર્ચે રીનોવેશન અને સફાઈ માટે કરાયું ખાતમુહૂર્ત – INDIA NEWS GUJARAT

Date:

Mansarovar: પાલનપુરમાં એક સમયે આગવી ઓળખ ધરાવતા માનસરોવર તળાવના બ્યુટીફીકેશન માટે રૂ.7.81 કરોડ ફાળવાયા છે. ત્યારે શુક્રવારે માનસરોવર તળાવ રીનોવેશન અને સફાઈના કામનું ખાતમુહૂર્ત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

Mansarovar: પાલનપુરનુ માનસરોવર પિકનિક સ્પોટ બનશે

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે તળાવ અત્યંત દુષિત બની ગયું છે.

શહેરની ગટર માંથી તમામ ગંદકી તળાવમાં ઠલવાઈ રહી છે. તો વળી અધૂરામાં પૂરું પાછલા એક વર્ષથી તળાવ જળકુંભીથી ભરાઈ ગયું હતું. તેવામાં હવે પાલિકા દ્વારા માનસરોવર તળાવના બ્યુટીફીકેશનનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે રૂ. 7.81 કરોડના ખર્ચે તળાવ રીનોવેશન અને સફાઈ હાથ ધરવામાં આવશે. જેને લઇ તળાવ નજીક હરીપુરા પ્રાથમિક શાળા નજીક ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રમુખ ચીમનભાઈ સોલંકી ઉપપ્રમુખ નાગજી દેસાઈ,કારોબારી ચેરમેન પિયુષ પટેલ, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયા હતા.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી શકો છો :

Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT


SHARE

Related stories

Latest stories