HomeElection 24Loksabha Elections 2024 : ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન, ગઠબંધન થતા ચૈતર વસાવાએ આપી...

Loksabha Elections 2024 : ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન, ગઠબંધન થતા ચૈતર વસાવાએ આપી પ્રથમ પ્રતિક્રિયા – India News Gujarat

Date:

Loksabha Elections 2024 : કોંગ્રેસ-AAP સાથે મળીને ભરૂચની બેઠક જીતીશું – ચૈતર વસાવા.

આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડશે

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં કોંગ્રેસ 24 બેઠક પર જ્યારે AAP બે બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. AAPએ ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ચૈતર વસાવાએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું

ગુજરાતમાં કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન ની જાહેરાત કરવામાં આવી છે. અને ગઠબંધન ની શર્ત મુજબ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપ ના ઉમેદવારા ચુંટણી લડશે એવી સમજૂતી થઈ છે. જેમાં ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા ચુંટણી લડવાની વાત નક્કી થઈ ગઈ છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે. “આજ રોજ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે.

Loksabha Elections 2024 : સાથે રહીનએ એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું

ભરૂચ બેઠક પર મારા નામની જાહેરાત થઇ છે. તેને અમે વધાવીએ છીએ. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. અને ભરૂચમાં અહેમદ પટેલના પરિવાર મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલનો આભાર માનીએ છીએ. સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને સાથે લઇને વિશ્વાસમાં લઇને આગળ વધીશું. સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા બેઠક જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે. જ્યારે કોંગ્રેસના ભરૂચના પ્રમુખ રાજેન્દ્રસિંહની સાથે સાથે તમામ આગેવાનોને આવનાર દિવસોમાં અમારી સાથે જોડાય. વધારે લોકો સાથે જનસંપ્રક કરીએ તેના માટે આમંત્રણ આપું છું. લોકસભા ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીનએ એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ભરૂચ લોકસભા આગળ વધીને ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું.

તમે આ પણ વાચી શકો છો :

PM MODIએ વારાણસીમાં રાહુલ પર પ્રહારો કર્યા, કહ્યું- જે લોકો હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ યુપીના બાળકોને ડ્રગ એડિક્ટ કહી રહ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

Congressનો મોટો આરોપ ભાજપ સરકારે ડોનેશન લેવા માટે ED-CBIનો ઉપયોગ કર્યો…



SHARE

Related stories

Latest stories