‘Lok Sabha’ Moderator’s Office Inaugration : સાંસદ રમીલા બહેન બારાની પણ ઉપસ્થિતિ. ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે: મુકેશ પટેલ.
રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્ય સભાના સાંસદ રમીલાબહેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન
આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્ષન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ. આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચુટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ. કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબહેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી કે સ્વામી, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ. મોતીલાલ વસાવા, અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
‘Lok Sabha’ Moderator’s Office Inaugration : 26 કમાલ છૂટાઈને જશે એવી આશા
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતું કે. ગત બે ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે. અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. જેને તમામ કાર્યકર્તા પરિપૂર્ણ કરશે અને આવનારી લોક સભામાં ગુજરાત માંથી 26 કમાલ છૂટાઈને જશે એવી આશા વ્યક્ત કરી હતી.
તમે આ પણ વાચી શકો છો :
Akshat Survey: ભાજપને મળ્યો મોટો બૂસ્ટ
તમે આ પણ વાચી શકો છો :
Women Reservation Bill: 2024ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત લાગુ કરવાની માંગ