Launch Of Development Works: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આજ રોજ અનેક વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા સાયણ-દેલાડ-પરિયા-સિવાણ ગ્રામપંચાયતમાં રૂ.૬૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, તેમજ રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભવાની માર્કેટ(હાટ બજાર)નું લોકાર્પણ કરાયું હતું.
રૂ.૬૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે આજ રોજ અનેક વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ.૭૦ લાખના ખર્ચે સાયણ-દેલાડ-પરિયા-સિવણ ગામ તરફના રોડ ઉપર અદ્યતન સુવિધાયુક્ત સીસીટીવી કેમેરા, રૂ.૧.૮૦ લાખના ખર્ચે સાયણ બજારથી સુગર તરફ જતાં રોડનું ભુમિપુજન, રૂ.૨૭ લાખના ખર્ચે સાયણ ગ્રામ પંચાયત ભવનનું કામ, રૂ૬૩ લાખના ખર્ચે સાયણ ગામે ૧૫માં નાણા પંચ ૨૦૨૩-૨૪ અંતર્ગત મંજૂર થયેલ કામો, રૂ.૭૫ લાખના ખર્ચે પરિયાથી સેગવા રોડ, પરિયા ગામે ૧૩૯, દેલાડ ગામે ૧૬૯, સિવણા ગામે ૭૯ અને સાયણમાં ૬૨ પ્રધાનમંત્રી આવાસો, રૂ.૮૪ લાખના ખર્ચે ભારૂંડીથી સિથાણ રોડ, રૂ.૭૫ લાખના ખર્ચે એરથાણ જોઇનીંગ-એરથાણ મોરથાણ રોડ, રૂ.૭૦ લાખના ખર્ચે અછારણથી મોરથાણ રોડ, રૂ.૧૩.૨૦ કરોડના ખર્ચે સાયણ કઠોર ફોર લેન રોડ, રૂ.૧૩ કરોડના ખર્ચે સાયણ કઠોર રોડ ઉપર રેલીંગ સર્વિસ રોડ, બોક્સ ગટરનું કામ, રૂ.૧૧.૬૯ કરોડના ખર્ચે સાયણ કદરામા રિસર્ફેસીંગ રોડ, રૂ.૧૫.૮૫ કરોડના ખર્ચે સાયણથી કારેલી મુળદ રોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
Launch Of Development Works: ૭૦ જેટલા સી.સી.ટી.વી કેમરા લગાડવામાં આવશે
વન મંત્રી એ જણાવ્યું હતું કે, પોતે મંત્રી પછી, પહેલા સામાન્ય કર્મયોગી હોવાનું જણાવતા સાયણ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સાયણ વિકાસ અને સ્વચ્છતાની ગતિ પકડી રહ્યું છે, ત્યારે સાયણને સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવા સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. અગામી બે મહિનામાં સાયણમા વિવિધ વિસ્તારોમાં ૭૦ જેટલા સી.સી.ટી.વી કેમરા લગાડવામાં આવશે. જેનાથી પોલિસ વિભાગને રાહત થશે. ગુનો કરી ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડવા માટે સીસીટીવી કેમેરા એક માધ્યમ બની રહેશે. ઉપરાંત આ વિસ્તારમાં ગંદકી ફેલાવતા લોકો પર સીસીટીવીની બાજ નજર રહશે. ગંદકી ફેલાવતા પકડાશો તો દંડ ભરાવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે માટે સ્વચ્છતા રાખવી અને નિયમ પાલન કરવું આવશ્યક છે એમ તેમણે ઉમેર્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
Lalu Yadav: જનવિશ્વાસ રેલીમાં જુના અંદાજમાં જોવા મળ્યા લાલુ-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: