HomeElection 24Junagadh: કોંગ્રેસ MLA ના પત્ની માટે લોકસભાની ટિકિટની કરાઈ માંગ, ટિકિટ માંગ...

Junagadh: કોંગ્રેસ MLA ના પત્ની માટે લોકસભાની ટિકિટની કરાઈ માંગ, ટિકિટ માંગ માટે ટેમ્પ્લેટ વાયરલ – INDIA NEWS GUJARAT

Date:

Junagadh: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ગિર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્ની જલ્પા ચુડાસમાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારવાની માંગને લઈ વોટ્સએપ ટેમ્પ્લેટ વાયરલ થયો છે.

જુનાગઢ બેઠક પર જલ્પા ચુડાસમાને ટિકિટ આપવાની માંગ

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. જોકે આ વચ્ચે કોંગ્રેસ દ્વારા જુનાગઢ માટે ઉમેદવાર જાહેર થાય નથી. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ગિર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્ની જલ્પા ચુડાસમાને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતરવાની માંગને લઈ વોટ્સએપ ટેમ્પ્લેટ વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે, અમે લોકો સાથે જોડાયેલા છીએ, મારી પત્નીએ પણ લોકો સાથે જોડાઈ લોકોના અનેક કામો કર્યા છે. જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવા ટેમ્પલેટમાં સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનો તેમને ઉલ્લેખ કર્યો હતો.

Junagadh: ‘આ વાયરલ ટેમ્પલેટથી ભાજપને કોઈ જ અસર નહીં થાય’

તો બીજી તરફ જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલ હાલના સાંસદ રાજેશ ચુડાસમા જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે સર્વપ્રથમ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ મીડિયા દ્વારા રાજેશ ચુડાસમાને આ વાયરલ ટેમ્પલેટ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપને કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અમે ગુજરાતની 26 બેઠક પર જંગી લીડથી જીતીશું. વિમલ ચુડાસમાના પત્નીને જુનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરતું, ટેમપ્લેટ વાઇરલ થયું છે. સમાજની માંગ હોવાનું તેમજ આ વાયરલ ટેમ્પલેટથી ભાજપને કોઈ જ અસર નહીં થાય કારણ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ 5 લાખથી વધારે લીડથી જીતશે, એમ અંતમાં રાજેશ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ચુંટણી પૂર્વ હાલ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં ટિકિટ ને લઈને ધમસાન ચાલી રહ્યું છે ત્યારે સૌથી વધુ ભાજપમાં રાજ્યની અનેક સીટો પર ઉમેદવારોની પસંદગી ને લઈને વિરોધનો સૂર સંભળાય રહ્યો છે ત્યારે હાલ પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસમાં લાગી ચૂકી છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories