Interim Union Budget 2024-25: ‘સોલાર માટે જાહેર કરેલી સ્કિમથી બજેટ એકંદરે વિકાસલક્ષી’
સુરતના વેપારીઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ તેને આવકાર્યું હતું. બજેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની સ્પીચ રહી. એક કલાક કરતા ઓછા સમયમાં બજેટ સ્પીચ પૂરી થઈ ગઈ. સરકારે કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાતો કરી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એકવા સેક્ટર પર ફોક્સ રહ્યું છે. સુરતના મુખ્ય બે વ્યવસાય કાપડ અને હીરા માટે આ બજેટમાં શું હતું ? શહેરના વેપારી, ઉદ્યોગકારો અને કર નિષ્ણાતોએ આવકાર્યું હતું.
વ્યાપરીઓ દ્વારા કેન્દ્રીય બજેટને મિશ્ર પ્રતિક્રિયા
સુરતના વ્યાપરીઓ દ્વારા કેન્દ્રીય બજેટ ને મિશ્ર પ્રતિક્રિયા સાથે આવકારવામાં આવ્યું છે. વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા કેન્દ્રીય બજેટમાં સોલાર પેનલ પ્રોજેક્ટ વિષે થયેલી જાહેરાતને આવકારી હતી સાથેજ ઈન્કમટેક્ષ માં કોઈ નવી રાહત ના આપતા નિરાશા વ્યક્ત પણ કરાય હતી. જુદા-જુદા વ્યાપારી ઉદ્યોગપતિ દ્વારા જણાવાયું કે ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યા નથી તે નિરાશા જનક છે. નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા તેથી ફુગાવો નિયંત્રણમાં રહેશે. આ બજેટ ગરીબ, મહિલા અને યુવા માટે પ્રોત્સાહન આપે છે. રેલવે તેમજ સોલાર પાવર માટે છે સ્કીમો જાહેર કરી છે તે આવકારદાયક છે. એકંદરે આ બજેટ વિકાસ લક્ષી છે.
Interim Union Budget 2024-25: ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણની 2047 સુધીમાં આપણા દેશને વિક્ષિત ભારત બનાવવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે. જેમ્સ અને જવેલરી નિકાસકારો માટે તાજેતરમાં જાહેર કરાયેલો ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર ભારત અને અન્ય લોકો માટે વ્યૂહાત્મક અને આર્થિક ગેમ ચેન્જર બનશે એવું જીજેઈપીસીનું માનવું છે. જેમ CEPA વેપાર કરારથી મધ્ય પૂર્વમાં જ્વેલરીની નિકાસમાં વધારો થયો છે, અમે જેમ અને જ્વેલરીની નિકાસને વેગ આપવા યુરોપિયન દેશો અને અન્યો સાથે દ્વિપક્ષીય વેપાર કરારોને આવકારીએ છે.
તમે આ પણ વાંચી શકો છો:
Arvind Kejariwal ED Summons: પાંચમી વખત EDના સમન્સ સમક્ષ હાજર નહીં થાય
તમે આ પણ વાંચી શકો છો: