HomeElection 24Inspiring Voters: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે મતદાન, લગ્ન પીઠી ની વિધિ પૂર્વે...

Inspiring Voters: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે મતદાન, લગ્ન પીઠી ની વિધિ પૂર્વે મતદાન કર્યું – India News Gujarat

Date:

Inspiring Voters: ગુજરાતમાં 7 મેના થયેલા લોકસભા ચુંટણી માટે મતદાન કરવા લોકો વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી ગયા હતા ત્યારે વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ભાઇ અને બહેનનાં લગ્ન દીવસે પીટી પેહલા મતદાન કર્યું હતું.

Inspiring Voters: ભાઈ બહેન એ લગ્ન પૂર્વે કર્યુ મતદાન

કપરાડા વિધાનસભા બેઠકમાં આવતા સિલ્ધા ગામે રહેતા અરુણ લાહનુ ધૂમ અને બહેન અનું લાહનું ધૂમ ના લગ્ન પ્રસંગ આજ થી શરુ થનાર હોય એ પૂર્વે આજે ભાઈ બહેન બંને એ તેમની લગ્ન પીઠી ની વિધિ પૂર્વે સિલ્ધા ગામમાં મતદાન મથક ઉપર પહોંચી ને મતદાન કર્યું હતું અને તેમણે અન્ય મતદારો ને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

કપરાડા તાલુકાના રહેવાસી અરુણ લાહનું ધૂમ એ જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે મતદાન કરવું જરૂરી છે અને એક મતની કિંમત કોઈપણ ઉમેદવારોની હાર જીત નિશ્ચિત કરી શકે છે જેથી પ્રથમ મતદાન અને તે બાદ જ લગ્ન જેવા સામાજિક પ્રસંગો લેવા જોઈએ જેને અનુલક્ષીને મેં પણ પોતાના મત અધિકારનો આજે પરિવાર સાથે વહેલી સવારે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતુ.

તમે આ પણ વાંચી સકો છો :

Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા 

તમે આ પણ વાંચી સકો છો :

Election Work Checking : તમામ સ્થળે ચૂંટણી કામગીરીની સમીક્ષા, ચૂંટણીલક્ષી ઇ.વી.એમ મશીન સાહિત્ય લઈ બુથ ખાતે રવાના

SHARE

Related stories

Latest stories