HomeElection 24'Hu Chu Modi Parivaar' : બારડોલી લોકસભાના ઉમેદવાર માટે યોજાયો કાર્યક્રમ, શિક્ષણ...

‘Hu Chu Modi Parivaar’ : બારડોલી લોકસભાના ઉમેદવાર માટે યોજાયો કાર્યક્રમ, શિક્ષણ મંત્રી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત – India News Gujarat

Date:

‘Hu Chu Modi Parivaar’ : 200 થી વધુ કોંગ્રેસ-આપ ના કાર્યક્રતા ભાજપમાં જોડાયા.

200થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો

સુરત જીલ્લાના કામરેજ ખાતે “હું છું મોદી પરિવાર” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મા બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સહીત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા કોંગ્રેસ- આપના 200થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વધુમા કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કામરેજ વિધાનસભા મત વિસ્તાર માંથી પ્રભુભાઈને લોકસભા ચૂંટણીમા જંગી લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

‘Hu Chu Modi Parivaar’ : કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા

લોકસભાની ચુંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે ત્યારે સત્તારૂઢ ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરેઘરે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 11 એપ્રિલના રોજ કામરેજના નવાગામ ખાતે “હું છું મોદી પરીવાર” કાર્યક્રમ દબદબાભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમા નવાગામ વિસ્તારની તમામ સોસાયટીના પ્રમુખો, પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને રાજ્યના મંત્રી પ્રફુલભાઇ પાંશેરિયાંના હસ્તે 200 થી વધુ કોંગ્રેસ-આપના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના જીલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહીત કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર 

તમે આ પણ વાંચી સકો છો :

Eid ul-fitr : મુસ્લિમોમાં ભારે મહાત્મય ધરાવતા રમજાન ઈદનો પર્વ રમજાન, ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી

SHARE

Related stories

Latest stories