HomeElection 24Election 2024 : સુરત લોકસભાનું પરિણામ ચુંટણી પહેલાં જ આવી જતાં સુરતમાં...

Election 2024 : સુરત લોકસભાનું પરિણામ ચુંટણી પહેલાં જ આવી જતાં સુરતમાં મતદાન અંગે મતદારોમાં અવઢવની સ્થિતિ

Date:

સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં જ શહેરીજનોમાં વોટિંગ બાબતે અવઢવની સ્થિતિ સર્જાવા પામી છે. સુરત શહેર – જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પૈકી સુરત લોકસભામાં સમાવિષ્ટ માત્ર સાત વિધાનસભા બેઠકો પર જ નાગરિકો મતદાનથી વંચિત રહેશે જ્યારે બાકી રહેતી નવ વિધાનસભા બેઠકો પર 7મી મેના રોજ મતદાન પ્રક્રિયા રાબેતા મુજબ યોજશે.

નવસારી અને બારડોલી લોકસભાના મતદારો કરશે મતદાન

સુરત શહેર – જિલ્લાની 16 વિધાનસભા બેઠકો ત્રણ લોકસભા સીટ પર વ્હેંચાયેલી છે. જે પૈકી બારડોલીમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ રીતે જ નવસારી લોકસભામાં લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે સુરત લોકસભા બેઠક પર સાત વિધાનસભા સીટ ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા રોડ, કરંજ, કામરેજ અને સુરત વેસ્ટનો સમાવેશ થાય છે. સુરત લોકસભાની ચુંટણી પ્રક્રિયા પર પુર્ણ વિરામ મુકાઈ જતાં હવે અન્ય વિધાનસભાના નાગરિકો પણ મતદાન બાબતે વિમાસણમાં મુકાયા છે.

ભૌગોલિક અને વિધાનસભા બેઠકોથી અજાણ એવા કેટલાક નાગરિકો મતદાન અંગે ચુંટણી શાખામાં પુછપરછ કરતાં નજરે પડી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ચુંટણી શાખામાં અસંખ્ય નાગરિકો દ્વારા પોતાના વિધાનસભા બેઠક પર મતદાન યોજેશે કે કેમ તે અંગેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેને પગલે ચુંટણી શાખા દ્વારા હવે સુરત લોકસભા બેઠકની આસપાસ આવેલા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને નાગરિકોને મતદાન અંગેની જાણકારી પુરી પાડવામાં આવશે.

સુરત શહેર જિલ્લામાં કેટલા મતદારો ?

હાલમાં સુરત શહેર – જિલ્લામાં કુલ 47.66 લાખ મતદારોની નોંધણી થયેલી છે. જે પૈકી સુરત લોકસભા બેઠકમાં 9.54 લાખ પુરૂષ અને 8.31 લાખ મતદારો મળીને કુલ 17.86 લાખ મતદારોને આગામી લોકસભાની ચુંટણીમાં મતદાનના અવસરથી વંચિત રહેવું પડશે. જ્યારે બારડોલી લોકસભા બેઠક પર 7.94 લાખ પુરૂષ મતદારો અને 7.46 લાખ મતદારો મળીને કુલ 15.40 લાખ મતદારો તથા નવસારી લોકસભા બેઠક પર ચાર વિધાનસભાના 8 લાખ પુરૂષ અને 6.34 લાખ મહિલા મતદારો મળી કુલ 14.39 લાખ સુરતી મતદારો પોતાના મત ઉમેદવારને આપી શકશે.

 

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories