Harsh Sanghvi Voted : લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પોલીસ હાથે ઝડપાયેલા મૌલવી મુદ્દે પ્રતિક્રિયા આપી.
અપીલ કર્યા બાદ મૌલવી અંગે નિવેદન
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરિવાર જોડે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.આ સાથે પોલીસ હાથે ઝડપાયેલા મૌલવી મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને મતદાન કરવાની અપીલ કર્યા બાદ મૌલવી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું પાકિસ્તાનમા રચાયું હતું અને મૌલવી જેવા લોકો પોતાના આકાઓનું ફરમાન બજાવી રહ્યા છે.
દેશ હિતની સરકાર લાવવા માટે ગુજરાતના લોકો પણ સૌ સાથે મળી આગળ વધે
આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપ્યું હતું.આ વેળાએ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક પણ રજા લીધા વગર દેશના ગરીબો અને મહિલાઓનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રયાસો કર્યા છે અને તમામ લોકોએ એકજ સંકલ્પ કર્યો છે કે ફરી મોદી સરકાર આવે.હર્ષ સંઘવીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે દેશ હિતની સરકાર લાવવા માટે ગુજરાતના લોકો પણ સૌ સાથે મળી આગળ વધે અને આજુબાજુના લોકોને પણ મતદાન કરાવવા જણાવ્યુ હતુ.
Harsh Sanghvi Voted : ઓડિયો ક્લિપ અસલમ નામના વ્યક્તિની હોવાની ચર્ચા ઉઠી
આ સાથે હિન્દુવાદી નેતાઓની હત્યા કરવા ષડયંત્ર રચનાર મૌલવી મુદ્દે કૉંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે આવા મોલવી ને છોડાવવા કૉંગ્રેસના લોકો હવાતિયાં મારી રહ્યા છે.મૌલવી અને એક વ્યક્તિની વચ્ચે થયેલી ઓડિયો કલીપ મામલે મૌલવીના જામીન અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઓડિયો ક્લિપ અસલમ નામના વ્યક્તિની હોવાની ચર્ચા ઉઠી રહી છે.આ મુદ્દે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે જવાનોએ સહાદત આપી છે પરંતુ આવા લોકો આવા મૌલવીઓને મદદ કરી જવાનોની સહાદત પર પાણી ફેરવી રહ્યા છે અને દેશની સુરક્ષા મુદ્દે રાજનીતિ થવી નહીં જોઈએ એમ જણાવ્યું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા
તમે આ પણ વાંચી સકો છો :